For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધૂમ્મસ અને ઠંડીથી લોકો બેહાલ, અહીં વરસાદના અણસાર, ઓરેન્જ એલર્ટ અપાયુ

હાડ ધ્રૂજાવી દેતી ઠંડીથી હાલમાં રાહત મળતી નથી દેખાઈ રહી. ઉત્તર ભારત સહિત કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા સાથે ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે.

|
Google Oneindia Gujarati News

હાડ ધ્રૂજાવી દેતી ઠંડીથી હાલમાં રાહત મળતી નથી દેખાઈ રહી. ઉત્તર ભારત સહિત કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા સાથે ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. કાશ્મીર, હિમાચલ સહિત ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આનાથી આગામી અમુક દિવસો સુધી કોઈ રાહત નહિ મળવાના સંકેત છે. વળી, પર્વતો પર થઈ રહેલી હિમવર્ષાની અસર દિલ્લી અને આસપાસના વિસ્તારોમાં દેખાઈ રહી છે. દિલ્લી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબમાં ઠંડીને કહેર હજુ પણ ચાલુ રહેશે.

winter

અહીં વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી અમુક કલાકોમાં ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આગામી 3 કલાકમાં વરસાદના અણસાર છે. બરેલી, પીલીભીત, લખીમપુર, ખીરા, સીતાપુર, હરદોઈ, કન્નૌજ, બારાબંકી, બહરાઈચ, ગૌંડા, રાયબરેલી, ઉન્નાવ, રાજધાની લખનઉ સહિત અમુક જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વળી, હવામાન નિર્દેશક જેપી ગુપ્તાના જણાવ્યા અનુસાર ત્રણ-ચાર દિવસ રાજ્યમાં વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. વાસ્તવમાં પાકિસ્તાન તેમજ જમ્મુ કાશ્મીરની આસપાસ કેન્દ્રિત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદની સંભાવના બની રહી છે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના બડગામમાં એન્કાઉન્ટર, સેનાએ એક આતંકવાદીને કર્યો ઠારઆ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના બડગામમાં એન્કાઉન્ટર, સેનાએ એક આતંકવાદીને કર્યો ઠાર

English summary
An Orange Alert has been issued in Uttarakhand, Rain and thundershowers likely to occur today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X