15 મિનિટમાં 100 કરોડ હિંદુઓને ખતમ કરી શકે છે 25 કરોડ મુસલમાન: અકબરૂદ્દીન ઓવૈસી

Posted By:
Subscribe to Oneindia News
akbaruddin-owaisi
હૈદ્રાબાદ, 1 જાન્યુઆરી : ' જો ભારતમાંથી પોલીસને હટાવી દેવામાં આવે તો 15 મિનિટમાં 25 કરોડ મુસલમાન 100 કરોડ હિંદુઓનો ખાત્મો બોલાવી શકે છે.' આ નિવેદન કોઇ આતંકવાદી સંગઠને નથી આપ્યું, પરંતુ હલકી માનસિકતા ધરાવનાર આંધ્ર પ્રદેશના એક ધારાસભ્યએ ગત અઠવાડિયે આયોજિત સભામાં આપ્યું હતું. આ ભડકાઉ નિવેદન માટે ધારાસભ્ય મહોદય વિરૂદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, જલદી જ ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.

યૂ-ટ્યૂબ પર એક 15 મિનિટના વિડિયો ટ્રેંડ પર આવી ગયો છે. આ વિડિયોમાં આંધ્ર પ્રદેશની પાર્ટી એમઆઇએમના નેતા અને ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીએ અદીલાબાદના એક વિસ્તારમાં એક જનસભાને સંબોધતાં કરતાં કહ્યું કે હિંદુઓ અને મુસલમાનોની ભાવનાને ઠેસ પહોંચાડનાર ભાષણમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખરું-ખોટું સંભળાવી દિધું. તેમને કહ્યું હતું કે 'આવા કેટલાય મોદી આવ્યાને ચાલ્યા ગયા'. આજે લોકો કહી રહ્યાં છે કે મોદી ગુજરાત જીતી લીધું, વજીર-એ-આઝમ બની જશે. જોઇએ કેવી રીતે બને છે. લોકો મુસલમાનોને ડરાવી રહ્યાં છે, અરે ,મોદી છે, મોદી છે. કેવો મોદી, ક્યાંનો મોદી. એક વખત હૈદ્રાબાદ આવી જાય તો બતાવી દઇશું.

ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું હતું કે ''તસ્લીમા નસરીન આવી, ક્યાં છે. કોઇને ખબર નથી. અરે હિન્દુસ્તાન, હિન્દુસ્તાનમાં અમે 25 કરોડ અને તમે 100 કરોડ છો, તમે તો અમારા કરતા વધારે છો. 15 મિનિટ માટે પોલીસને હટાવી દો. બતાવી દઇશુ કે કોનામાં કેટલી હિંમત છે. સો શું, હજાર શું, કરોડ નામર્દ મળીને પ્રયત્નો કરી લે તો પણ એક મર્દ પેદા કરી ના શકે. આ લોકો અમારી સાથે મુકાબલો કરી ન શકે. જ્યારે મુસલમાનો ભારે પડવા લાગે છે તો આ નામર્દોની ફોજ આવી જાય છે.

ધારાસભ્ય વિરૂદ્ધ કેસ દાખલ

જરા વિચારો આપણા દેશના એક રાજ્યની વિધાનસભામાં જનતાનું પ્રતિનિધિત્વ કરનાર નેતા આવું નિવેદન આપશે તો શું થશે. ખાસ વાત એ છે કે આ નિવેદન માત્ર નિવેદન ન હતું, આ સભામાં જો કે સભામાં હજારો મુસલમાનોને ઉશ્કેરવામાં આવ્યાં હતા કે તે હિંદુઓથી નફરત કરે.

આ ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસી વિરૂદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. વકિલ કરૂણાસાગરે એક પીઆઇએલ દાખલ કરી છે. જોકે કોર્ટ તરફથી પગલાંની રાહ જોવાઇ રહી છે. તો બીજી તરદ તસ્લીમા નસરીને ધારાસભ્યને ભારત માટે મોટો ખતરો ગણાવ્યો છે. તેમને ટ્વિટર પર લખ્યું છે કે 'આ ધારાસભ્ય ભારતના મુસલમાનોની માનસિકતા બદલવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, આનાથી હજારો કસાબ જન્મ લઇ શકે છે. મોડું થાય તે પહેલાં પગલાં ભરવા જરૂરી છે.

English summary
Akbaruddin Owaisi, openly inciting mulsims to fight with Hindus. The video shows this guy bolstering that 25 crore muslims can finish off all 100 crore Hindus if police can be kept aside for 15 minutes.
Please Wait while comments are loading...