2 નવેમ્બરથી આંધ્ર પ્રદેશમાં ખુલશે સ્કૂલ, 1 દિવસના ગેપ પર લેવાશે ક્લાસ
હૈદરાબાદઃ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલ લૉકડાઉનના કારણે દેશભરમાં સ્કૂલો માર્ચથી બંધ છે પરંતુ સોમવારથી પંજાબ, યુપી અને સિક્કિમમાં સ્કૂલ ખોલવામાં આવી છે. વળી, હવે આંધ્ર પ્રદેશમાં પણ 2 નવેમ્બરથી સ્કૂલ ખુલવા જઈ રહી છે. જો કે સરકારે સ્કૂલો માટે અમુક કડક દિશા-નિર્દેશ જારી કર્યા છે. જેનુ કડકપણે પાલન કરવુ ખૂબ જરૂરી છે. રાજ્યમાં ઑડ-ઈવન હેઠળ સ્કૂલ ચાલશે, સીએમ વાયએસ જગનમોહન રેડ્ડીએ મંગળવારે વીડિયો કૉન્ફરન્સ દ્વ્રારા આની માહિતી આપી.
તેમણે કહ્યુ કે આંધ્ર પ્રદેશમાં 2 નવેમ્બરથી સ્કૂલ ખુલશે પરંતુ સ્કૂલ માત્ર અડધો દિવસ જ ચાલશે. મિડ ડે મિલ બાદ બાળકોને રજા આપી દેવાશે. બાળકોના ક્લાસ એક દિવસના ગેપ પર ચાલશે. પહેલા, ત્રીજા, 5માં, 7માં અને નવમાં ધોરણના ક્લાસ એક દિવસ અને બીજા, ચોથા, છઠ્ઠા અને આઠમાં ધોરણના ક્લાસ બીજા દિવસે ચાલશે. આ દરમિયાન સ્કૂલોમાં સેનિટાઈઝર, હેન્ડવૉશ, થર્મલ સ્ક્રીનિંગ અને સ્કૂલમાં પ્રાથમિક ઈલાજની વ્યવસ્થા કરવામાં આવશે અને પરિસરની સાફ-સફાઈ સ્વચ્છ પેયજળની પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓનો આંકડો 76 લાખ પાસે પહોંચી ગયો છે. મંગળવારે જારી કરવામાં આવેલ આંકડાઓ અનુસાર ભારતમાં 46,791 નવા કેસ સામે આવ્યા છે અને 587 મોત થયા છે. ત્યારબાદ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસ વધીને 75,97,064 થઈ ગયા છે. જેમાં 7,48,538 સક્રિય કેસ, 67,33,329 રિકવર કેસ અને 1,15,197 મોત શામેલ છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના માટે મંગળવારે દેશને સંબોધિત પણ કર્યા અને લોકોને અપીલ કરી છે કે તે પૂરી સાવચેતી રાખે કારણકે લૉકડાઉન ખતમ થયુ છે. કોરોના વાયરસ નહિ.
Bihar Opinion Poll: સીએમ તરીકે નીતિશ કુમાર પહેલી પસંદ, પરંતુ તેજસ્વી પણ નજીક