રાજકારણથી ભષ્ટ્રાચારનો અંત આવી શકે તેમ નથી: અણ્ણા હજારે

ટીવી ચેનલો પર જોવા મળતા સમાચારો મુજબ અણ્ણાએ પોતાની નવી સેના તૈયાર કરી લીધી છે અને આંદોલન કેવી રીતે અને કઇ દિશામાં આગળ વધશે. આ અંગે તેમની રૂપરેખા પણ તૈયાર છે. મળતી માહિતી મુજબ આ વખતે ટીમ અણ્ણાની સેનાપતિ કિરણ બેદી હશે. શનિવારથી અણ્ણા દિલ્હીમાં હાજર છે.
આ પહેલાં તેમને મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે રાજકારણથી ભષ્ટ્રાચારનો અંત આવી શકે તેમ નથી માટે તે કોઇ રાજકિય સંગઠન બનાવશે ના તો રાજકારણમાં જંપલાવશે. કારણ કે રાજકારણ ગંદકીથી ખદબદી રહ્યું છે. જો રાજકારણથી ભષ્ટ્રાચારનો અંત આવી શક્યો હોત તો દેશમાં ભષ્ટ્રાચારનો જન્મ જ થયો ના હોત.
અણ્ણા હઝારેએ કહ્યું હતું કે તેમણે સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજા તેમની સાથે છે અને પ્રજાની જીત થશે.












Click it and Unblock the Notifications
