For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અણ્ણાના વધુ એક સહયોગી સુરેશ પઠારે સાથ છોડ્યો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

suresh pathare, anna hazare
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: અણ્ણા હઝારેના વધુ એક સહયોગી સુરેશ પઠારેએ વ્યક્તિગત કારણો દર્શાવતા અણ્ણાનો સાથ છોડી દિધો છે. પઠારેએ ટિ્વટર પર લખ્યું છે કે 'મે મારા અંગત કારણોને લીધે અણ્ણાનો સાથ છોડી દિધો છે. મે કેટલાક અંગત કારણોને લીધે અણ્ણા સાથે કામ કરી શકતો નથી. માટે મેં રાજીનામું આપી દિધું છે.

સમગ્ર ઘટનાક્રમ પર સતત નઝર રાખનારાઓનું માનવું છે કે ભષ્ટ્રાચાર વિરોધી આંદોલન પર અણ્ણાની પકડ સતત ઢીલી પડી રહી છે. સુરેશ પઠારે ટિ્વટરના માધ્યમથી અણ્ણાના સંદેશને જનતા સુધી પહોંચાડતા હતા. જો કે અણ્ણાના પૂર્વ બ્લોગર રાજૂ પારૂલેકરનો આરોપ છે કે પઠારેએ રાજીનામું આપ્યું નથી પણ ભષ્ટ્રાચારના આરોપોને કારણે તેમણે નિકાળવવામાં આવ્યા છે.

પઠારેને હટાવવાનું કારણ તેમના પર લાગેલા ભષ્ટ્રાચાર અને ગોટાળાના આરોપોને પણ માનવામાં આવે છે. પઠારે પર અહમદનગર જિલ્લાના રેત માફિયા સાથે સંબંધો હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપોના કારણે ગ્રામસભાએ 22 જાન્યુઆરી 2009માં સુરેશ પઠારેને બધા હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો અને કલેક્ટર પાસે માંગણી કરવામાં આવી હતી કે પઠારે વિરૂદ્ધ કરવામાં આવે.

ભષ્ટ્રાચાર વિરોધી આંદોલન દરમિયાન એક સંસ્થાએ સુરેશ પઠારેને 35 હજારની કિંમતનો આઇફોન ભેટ આપ્યો હતો. આઇફોન આપવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. પઠારેના વર્તનના કારણે અણ્ણાનો બ્લોગ લખનાર રાજૂ પરૂલેકર પણ તેમનાથી દૂર થઇ ગયો હતો.

અણ્ણાની સંસ્થા ભષ્ટ્રાચાર વિરોધી ન્યાસના પદાધિકારીઓ સાથે પઠારેના સંબંધો બગડ્યા છે. આ તમામ ફરિયાદો અણ્ણા સુધી પહોંચતી હતી. આરોપોના કારણે અણ્ણા પઠારેને પોતાનાથી દૂર કરી ચૂક્યા હતા, પરંતુ ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થઇ ગયું હતું અને અણ્ણાએ સુરેશને પોતાની પાસે બોલાવી લીધા હતા.

English summary
Suresh Pathare, a close aide of Anna Hazare, on Saturday resigned from anti-corruption crusader's office citing personal reasons."I have resigned from Annaji's office due to personal reasons," Pathare twitted on Saturday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X