અણ્ણા હજારે આજથી અમૃતસરથી શરૂ કરશે જનતંત્ર યાત્રા
અમૃતસર, 31 માર્ચ: સમાજસેવક અણ્ણા હજારે આજથી અમૃતસરના જલિયાવાલા બાગથી શહિદોને નમન કરી પોતાની જનતંત્ર યાત્રાની શરૂઆત કરશે અને તે સાંજે પાંચ વાગે જલંધર પહોંચશે અને એક વિશાળ રેલીને સંબોધન કરશે, જેમાં હજારોની સંખ્યામં લોકો ભાગ લે તેવી સંભાવના છે.
જનતંત્ર મોરચાના સદસ્ય ડો. આઇ એસ ભલ્લાએ આજે જણાવ્યું હતું કે અણ્ણા હજારે પંજાબની યાત્રા 31 માર્ચથી શરૂ થનારી છે. અણ્ણા હજારે પંજાબની યાત્રા દરમિયાન 31 માર્ચના રોજ જલંધર પહોંચશે, ત્યાં રેલીને સંબોધશે. તેમને જણાવ્યું હતું કે અણ્ણા હજારે સ્થાનીક દેશ ભગત યાદગાર હોલમાં એક વિશાળ જનસમુદાયને સંબોધશે.
એક અન્ય પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું હતું કે અણ્ણા હજારેનો સંઘર્ષ કોઇ ખાસ સરકાર કે પાર્ટીના વિરોધમાં નથી પરંતુ સરકારણી 'ખોટી પ્રથા' વિરૂદ્ધ છે. ભલે તે ગમે તે પાર્ટી કે પછી ગમે તે પ્રાંતની સરકાર હોય. સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ કહ્યું હતું કે તેમને 'જનતંત્ર યાત્રા' શરૂ કરતાં પહેલાં બધી રાજકીય પક્ષોને આમાં જોડાવવા માટે અપીલ કરી હતી પરંતુ કોઇ પક્ષ આગળ આવ્યો નથી. યુપીએ સરકારની નિતિઓ વિરૂદ્ધ સમર્થન મેળવવા માટે અણ્ણા હજારે આજથી 'જનતંત્ર યાત્રા' શરૂ કરશે.

અણ્ણા હજારેએ કહ્યું હતું કે યાત્રા અંગે નિર્ણય લેતાં પહેલાં તેમને યાત્રામાં ભાગ લેવા માટે બધા રાજકીય પક્ષોને પત્ર લખ્યો હતો પરંતુ કોઇ દળે તૈયારી બતાવી નથી. અણ્ણા હજારેએ જાહેરાત કરી હતી કે દિલ્હીના રામલીલા મેદાનમાં પાંચ મહિના બાદ એક વિશાળ જન-સંસદનું આયોજન કરવામાં આવશે.
અણ્ણા હજારેએ કહ્યું હતું યુપીએ સરકાર વિરૂદ્ધ જનતાનું સમર્થન મેળવવા માટે રવિવારથી જનતંત્ર યાત્રા શરૂ થઇ રહી છે. 25 સૂત્રી એજન્ડાને લઇને તે બીજા કાર્યકર્તાઓ સાથે મળીને જનરેલી શરૂ કરશે.
અણ્ણા હજારે કહ્યું હતું કે જન લોકપાલ વિધેયક અને નકારી કાઢવાનો અધિકાર જેવા મુદ્દે જનતાને જાગૃત કરવાની અને સંગઠિત કરવાની જરૂરિયાત છે. દેશ એક જન આંદોલન અથવા જન ક્રાંતિના માધ્યમથી બદલી શકાય છે. અણ્ણા હજારેએ કહ્યું હતું કે બધા આંદોલનકારી એક મંચ પર આવે ત્યારે દેશમાં પરિવર્તન આવશે. આપણી તાકાત અલગ-અલગ વિખેરાયેલી છે પરંતુ તેને એજ સાથે જોડીને અમે એકજુટ થઇને મજબૂત બનાવીશું. અણ્ણા હજારેની પાંચ દિવસની આ જનતંત્ર યાત્રા રવિવારથી અમૃતસરમાં થરૂ થઇ રહી છે. આ દરમિયાન અણ્ણા હજારે પંજાબમાં આઠ જનરેલીઓને સંબોધશે.












Click it and Unblock the Notifications
