અણ્ણાની સહયોગી એની કોહલીએ પ્રશાંત ભૂષણના ઘરે હંગામો મચાવ્યો

એનીએ કેજરીવાલને રડતાં રડતાં જણાવ્યું હતું કે તેમના સમર્થકોએ તેની સાથે ખરાબ વર્તન કર્યું છે. એટલું જ નહી કેજરીવાલને જણાવ્યું હતું કે તેમના સમર્થકોએ તેમની સાથે હાથચાલકી પણ કરી છે. ઉલ્લેખનીય છે કે એની કોહલીએ રવિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એની અરવિંદ કેજરીવાલને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. આજે તે અચાનક પ્રશાંત ભૂષણના ઘરે પહોંચી ગઇ હતી. જે સમયે એની કોહલી ત્યાં પહોંચી ત્યારે મોટાભાગના મીડીયાકર્મીઓ ત્યાં હાજર જ હતા. એની કોહલી કેજરીવાલ ટીમ પાસે પોતાના પ્રશ્નો જવાબ જાણવા માંગતી હતી. એની કોહલીના જણાવ્યા મુજબ ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના કાર્યકર્તાઓએ તેની સાથે મારપીટ કરી હતી.
અણ્ણા હજારેએ જ્યારે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મોરચો માંડ્યો તો તે તેમનાથી પ્રભાવિત થઇને ઇન્ડિયા અગેન્ટ કરપ્શનની સભ્ય બની ગઇ હતી. એની કોહલી પોતાને સામાન્ય જનતા ગણાવે છે. એનીનું કહેવું છે કે કેજરીવાલે જે કર્યું તે અણ્ણા સાથે દગો કર્યો કહેવાય. થોડા સમય પહેલાં કેજરીવાલ મુંબઇ આવ્યા હતા. તે સમયે એરપોર્ટ પર તેમને આ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કેજરીવાલના સમર્થકોએ તેમને ધક્કો મારી ભગાડી દિધી હતી.












Click it and Unblock the Notifications
