For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM પદ ઉમેદવારી : મોદીના નામની જાહેરાત ક્યાં અને કેવી રીતે?

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2014ને માટે ભાજપમાં નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં હવે માત્ર ઔપચારિકતા જ બાકી છે. આ ઔપચારિકતા આગામી એક સપ્તાહના સમયમાં પૂરી કરવામાં આવશે એમ સૂત્રો જણાવી રહ્યા છે. આરએસએસ સહિતના સંગઠનોનો અભિપ્રાય જાણ્યા બાદ અને આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ હવે મોદીના નામ અંગે કોઇ કસર બાકી રહી નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ભાજપ મોદીનું નામ ક્યારે અને કેવી રીતે જાહેર કરે છે. આ અંગેની કેટલીક શક્યતાઓ આ મુજબ છે...

જાહેરાતની ઘોષણા કઇ તારીખે?

જાહેરાતની ઘોષણા કઇ તારીખે?

નરેન્દ્ર મોદીના નામ પર સંઘની મંજુરી બાદ હવે ભાજપને સંસદીય બોર્ડની બેઠક યોજાવાની રાહ છે. આ બેઠક 13 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન ગમે ત્યારે યોજાઇ શકે છે. આ બેઠક સમયે ઘોષણા થવાની સંભાવના છે.

PM પદ ઉમેદવાર તરીકે મોદીનું પ્રથમ ભાષણ રેવાડીમાં?

માનવામાં આવે છે કે ભાજપ 13 કે 14 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનું નામ પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે. કારણ કે 15 સપ્ટેમ્બરે હરિયાણાના રેવાડીમાં મોદી સભાને સંબોધવાના છે. જો તેમના નામની જાહેરાત થઇ જાય તો પીએમ પદના ઉમેદવાર તરીકે તેઓ પોતાનું પ્રથમ ભાષણ રેવાડીમાં આપી શકશે.

મોદીને જન્મદિવસે મળશે ભેટ?

મોદીને જન્મદિવસે મળશે ભેટ?

મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ આવી રહ્યો છે. શ્રાદ્ધપક્ષ શરૂ થાય તે પહેલાં મોદીને જન્મદિન નિમિત્તે વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની ગિફ્ટ આપી દેવામાં આવશે એવી પણ ચર્ચા છે.

શિવરાજને મનાવવાની કોશીશ

શિવરાજને મનાવવાની કોશીશ

શિવરાજ સિંહે નરેન્દ્ર મોદીના નામની ઘોષણા વિધાનસભા ચૂંટણીઓ બાદ કરવાની રજૂ કરેલી દરખાસ્તને મુદ્દે શિવરાજ સિંહને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમને વિશ્વાસ આપવામાં આવી રહ્યો છે કે વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની છૂટ અપાશે.

ભાજપમાં કોઇ ઇચ્છે છે મોદીના નામનું ઝડપી એલાન

રાજનાથ સિંહ
અરૂણ જેટલી

ભાજપમાં કોઇ છે મોદીની ઉમેદવારીની વિરુદ્ધ

લાલ કૃષ્ણ અડવાણી
સુષ્મા સ્વરાજ
શિવરાજ સિંહ ચૌહાણ

મોદી સામે પડકાર નંબર 1

મોદી સામે પડકાર નંબર 1

નરેન્દ્ર મોદીના નામની જાહેરાત થતા જ ભાજપમાંથી આંતરિક વિરોધનો સૂર ઉઠી શકે છે. પાર્ટીને નુકસાન ના થાય તેવી રીતે આ સૂર દબાવી દેવો મોદી માટે પડકાર હશે.

મોદી સામે પડકાર નંબર 2

મોદી સામે પડકાર નંબર 2

વર્તમાન સ્થિતિની વાત કરીએ તો એનડીએમાંથી એક પછી એક સાથી પક્ષો છૂટા પડતા હવે તેમાં શિવસેના, અકાળી દલ અને ભાજપ એમ ત્રણ જ પક્ષો રહ્યા છે. એનડીએને મજબૂત બનાવી તેનો વ્યાપ વધારવાની જવાબદારી મોદીના શિરે હશે. આ પ્રયાસોમાં દક્ષિણ ભારતમાં પણ ભાજપની એન્ટ્રી મોટો પડકાર હશે.

જાહેરાતની ઘોષણા કઇ તારીખે?
નરેન્દ્ર મોદીના નામ પર સંઘની મંજુરી બાદ હવે ભાજપને સંસદીય બોર્ડની બેઠક યોજાવાની રાહ છે. આ બેઠક 13 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન ગમે ત્યારે યોજાઇ શકે છે. આ બેઠક સમયે ઘોષણા થવાની સંભાવના છે.

મોદી રેવાડીમાં આપશે પીએમ પદ ઉમેદવાર તરીકે ભાષણ?
માનવામાં આવે છે કે ભાજપ 13 કે 14 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનું નામ પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે. કારણ કે 15 સપ્ટેમ્બરે હરિયાણાના રેવાડીમાં મોદી સભાને સંબોધવાના છે. જો તેમના નામની જાહેરાત થઇ જાય તો પીએમ પદના ઉમેદવાર તરીકે તેઓ પોતાનું પ્રથમ ભાષણ રેવાડીમાં આપી શકશે.

મોદીને જન્મદિવસે મળશે ભેટ?
મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ આવી રહ્યો છે. શ્રાદ્ધપક્ષ શરૂ થાય તે પહેલાં મોદીને જન્મદિન નિમિત્તે વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની ગિફ્ટ આપી દેવામાં આવશે એવી પણ ચર્ચા છે.

શિવરાજને મનાવવાની કોશીશ
શિવરાજ સિંહે નરેન્દ્ર મોદીના નામની ઘોષણા વિધાનસભા ચૂંટણીઓ બાદ કરવાની રજૂ કરેલી દરખાસ્તને મુદ્દે શિવરાજ સિંહને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમને વિશ્વાસ આપવામાં આવી રહ્યો છે કે વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની છૂટ અપાશે.

ભાજપમાં કોઇ ઇચ્છે છે મોદીના નામનું ઝડપી એલાન
રાજનાથ સિંહ
અરૂણ જેટલી

ભાજપમાં કોઇ છે મોદીની ઉમેદવારીની વિરુદ્ધ
લાલ કૃષ્ણ અડવાણી
સુષ્મા સ્વરાજ
શિવરાજ સિંહ ચૌહાણ

મોદી સામે પડકાર નંબર 1
નરેન્દ્ર મોદીના નામની જાહેરાત થતા જ ભાજપમાંથી આંતરિક વિરોધનો સૂર ઉઠી શકે છે. પાર્ટીને નુકસાન ના થાય તેવી રીતે આ સૂર દબાવી દેવો મોદી માટે પડકાર હશે.

મોદી સામે પડકાર નંબર 2
વર્તમાન સ્થિતિની વાત કરીએ તો એનડીએમાંથી એક પછી એક સાથી પક્ષો છૂટા પડતા હવે તેમાં શિવસેના, અકાળી દલ અને ભાજપ એમ ત્રણ જ પક્ષો રહ્યા છે. એનડીએને મજબૂત બનાવી તેનો વ્યાપ વધારવાની જવાબદારી મોદીના શિરે હશે. આ પ્રયાસોમાં દક્ષિણ ભારતમાં પણ ભાજપની એન્ટ્રી મોટો પડકાર હશે.

English summary
Announcement of Modi as PM candidate of BJP : Where and How?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X