1993 મુંબઇ બ્લાસ્ટ કેસ: સંજય દત્તને મળ્યો ધમકીભર્યો પત્ર

સંજય દત્ત ગુરૂવારે ટાડા કોર્ટમાં આત્પસમર્પણ કરવાના છે. કહેવામાં આવે છે કે તેમને આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે. જેથી આ નનામી ધમકીભર્યા પત્રને ગંભીરતાથી લેવામાં આવે છે.
સંજય દત્તે મંગળવારે વિશેષ ટાડા કોર્ટમાં એક યાચિકા દાખલ કરી હતી. જેમાં તેમને સ્પેશિયલ કોર્ટના બદલે પુણેની યરવડા જેલમાં આત્મસમર્પણ કરવાની પરવાનગી માંગી હતી. સંજય દત્તે કહ્યું હતું કે કટ્ટરપંથી સમૂહોથી તેમના જીવને જોખમ છે માટે યરવડા જેલામાં આત્મસમર્પણ કરવાની પરવાનગી આપવામાં આવે. તેના પર ન્યાયાધીશ જીએ સનપે સીબીઆઇ પાસે જવાબ માંગ્યો હતો.
બુધવારે સુનાવણી દરમિયાન સંજય દત્તે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. તેમના વકીલ સુભાષ જાદવે કોર્ટમાં કહ્યું હતું કે તેમની પાસે ઘણુ કામ છે માટે તે અરજી પરત ખેંચવા માંગે છે. કોર્ટે તેમને તેની પરવાનગી આપી દિધી હતી.












Click it and Unblock the Notifications
