For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસથી મુંબઈમાં વધુ એક મોત, મહારાષ્ટ્રમાં 74 લોકો સંક્રમિત

કોરોના વાયરસથી સંક્રમિત 63 વર્ષના એક દર્દીએ ગઈ રાતે મુંબઈમાં દમ તોડી દીધો.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસથી સંક્રમિત 63 વર્ષના એક દર્દીએ ગઈ રાતે મુંબઈમાં દમ તોડી દીધો. આ દર્દીનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો. કોરોના વાયરસથી સંક્રમિત આ વ્યકિત ડાયાબિટીઝ, હાઈ બીપી અને હ્રદયરોગથી પીડિત હતા. આ દર્દીના મોત બાદ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી મરનારાની સંખ્યા 2 થઈ ગઈ છે જ્યારે દેશમાં આ વાયરસના સંક્રમણથી થયેલ આ 5મુ મોત છે.

Coronavirus

આ પહેલા પણ મહારાષ્ટ્રમાં એક દર્દીનુ કોરોના સંક્રમણના કારણે મોત થયુ હતુ. મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 74 સુધી પહોંચી ગઈ છે જ્યારે દેશભરમાં કોરોના વાયરસના અત્યાર સુધી 324 કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી 24 લોકો ઠીક થઈ ચૂક્યા છે. કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા આખા રાજસ્થાનમાં 22 માર્ચથી 31 માર્ચ સુધી લૉકડાઉન ઘોષિત કરી દેવામાં આવ્યુ છે. જો કે જરૂરી સામાન જેવા કે શાકભાજી, દૂધ અને દવાઓ મળતી રહેશે.

જ્યારે પંજાબમાં પણ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે લૉકડાઉનનુ એલાન કરી દીધુ છે. પુડુચેરીમાં 23 માર્ચથી 31 માર્ચ સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જરૂરિયાતનો સામાન લોકો સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા વચ્ચે અને સાંજે 6 વાગ્યાથી રાતે 9 વાગ્યા વચ્ચે ખરીદી શકે છે. કોરોના વાયરસના વધતા પ્રભાવને રોકવા માટે આજે સવારે સાત વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી આખા દેશમાં જનતા કર્ફ્યુનુ એલાન કરવામાં આવ્યુ છે.

શનિવારે પીએમ મોદીએ લોકોને અપીલ કરી હતી કે, 'જે લોકો જ્યાં છે ત્યાં જ રહો. તેમણે કહ્યુ હતુ, કોરોનાના ભયથી મારા ઘણા બધા ભાઈ-બહેન જ્યાં રોજીરોટી કમાય છે, તે શહેરોને છોડીને પોતાના ગામ તરફ પાછા ફરી રહ્યા છે. ભીડમાં યાત્રા કરવાથી આના ફેલાવાનુ જોખમ વધી જાય છે. તમે જ્યાં જઈ રહ્યા છો, ત્યાં પણ આ લોકો માટે ખતરો બનશે. તમારા ગામ અને પરિવારની મુશ્કેલીઓ પણ વધારશે.'

આ પણ વાંચોઃ Fact Check: શું 12 કલાક જીવતો રહે છે કોરોના વાયરસ, જો નહિ તો કેટલુ છે તેનુ જીવનઆ પણ વાંચોઃ Fact Check: શું 12 કલાક જીવતો રહે છે કોરોના વાયરસ, જો નહિ તો કેટલુ છે તેનુ જીવન

English summary
Another Coronavirus patient dies in Mumbai, death toll two in Maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X