For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલના અનેક ભાગોમાં ફરી ભૂંકપના ઝાટકા

|
Google Oneindia Gujarati News

earthquake
શિમલા, 14 જુલાઇઃ હિમાચલ પ્રદેશમાં એક અઠવાડિયાની અંદર બીજી વખત ભૂંકપના ઝાટકા આવ્યા છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપતા કહ્યું કે, આ ભૂકંપથી નુક્સાન થયાના અહેવાલ નથી. મોસમ વિભાગના એક અધિકારીએ કહ્યું કે, શનિવારે રાત્રે 11.20 વાગ્યે પ્રદેશના અનેક હિસ્સાઓમાં 4.5 ની તીવ્રતાનો ભૂંકપ નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર કાંગડા જિલ્લામાં હતું. આ પહેલા રાજ્યમાં નવ જુલાઇએ રિક્ટર પર પાંચની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

તેનું કેન્દ્ર જમ્મૂ અને કાશ્મિર નજીક આવેલું ચમ્બા તથા લાહૌલ-સ્પીતિ જિલ્લાની સરહદ પર હતું. આ પહેલા પણ પાંચ અને છ જૂને રાજ્યમાં ભૂકંપના ચાર ઝટકા અનુભવાયા હતા. હિમાચલ પ્રદેશમાં 1905માં કાંગડા ઘાટીમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, જેમાં 20 વધુ લોકોના મોત નીપજ્યાં હતા.

તાજેતરમાં રાષ્ટ્રીય આફત પ્રબંધને હિમાચલ સરકારને જાણકારી આપી હતી કે રાજ્યમાં ભૂકંપથી મોટીમાત્રામાં નુક્સાન થવાની સંભાવના છે. એનડીએમએ કહ્યું કે હિમાચલ ભૂકંપ હેઠળ રિક્ટર સ્કેલમાં જોન પાંચમાં આવે છે અને તેનાથી એ વાતનો અંદેશો આવે છે કે આ વિસ્તારમાં ભૂકંપ મોટી તબાહી લાવી શકે છે. રાજ્યમાં મુખ્ય સચિવે એનડીએમએને જારી કરેલી ચેતવણીમાં પુષ્ટિ કરવામાં આવી છે અને પ્રશાસને એલર્ટ રહેવા કહ્યું છે.

English summary
Less than a week after a moderate intensity earthquake rocked Himachal Pradesh, another quake in the state triggered panic among the people. However, there was no loss of life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X