ઘૂસણખોરીની વધુ એક નિષ્ફળ કોશિશ, બીએસએફે પાકિસ્તાની ઘૂસણખોરને માર્યો ઠાર

પંજાબને અડીને આવેલી પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરીના વધુ એક પ્રયાસને બીએસએફના જવાનોએ નિષ્ફળ બનાવ્યો છે. ગઈકાલે રાત્રે અહીં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બીએસએફ જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને આતંકવાદીને ઠાર માર્યો હતો.

BSF, પંજાબ ફ્રન્ટિયરના PRO દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 14 ઓગસ્ટે મધરાતે 12.30 વાગે બીએસએફના જવાનોએ સરહદ પર એક શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરની હિલચાલ જોઈ. ઘૂસણખોરીનો આ પ્રયાસ પઠાણકોટ જિલ્લાના સિમ્બલ સાકો ગામનો છે.

indian army

ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ઘૂસણખોરને જવાનોએ પડકાર્યો હતો અને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું, પરંતુ તેમ છતાં તે આગળ વધતો રહ્યો અને રોકાયો નહીં. ઘૂસણખોર સરહદ પરના વાયરની નજીક જવા લાગ્યો. ખતરાને જોતા જવાનોએ ઘૂસણખોર પર ગોળીબાર કર્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું.

તમને જણાવી દઈએ કે આ પહેલા સ્પેશિયલ સર્ચ ઑપરેશન દરમિયાન બીએસએફના જવાનોએ ચરસના 10 પેકેટ જપ્ત કર્યા હતા, જેનું કુલ વજન 1 કિલો હતું. તે લગભગ બે કિલોમીટર દૂર ભુજના જખૌ કિનારેથી મળી આવ્યો હતો. એપ્રિલથી અત્યાર સુધીમાં અહીંથી ચરસના લગભગ 40 પેકેટ મળી આવ્યા છે. સ્વતંત્રતા દિવસ પહેલા બીએસએફના જવાનોએ અહીં સઘન સર્ચ ઑપરેશન શરૂ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X