For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

70,000 કરોડના સિંચાઈ કૌભાંડમાં અજીત પવારને ક્લીન ચિટ

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારને 70,000 કરોડના સિંચાઈ સ્કેમ સાથે જોડાયેલ કેસમાં એન્ટ કરપ્શન બ્યુરો (એસીબી)એ ક્લીન ચિટ આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારને 70,000 કરોડના સિંચાઈ કૌભાંડ સાથે જોડાયેલ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ક્લીન ચિટ આપી દીધી છે. એસીબી તરફથી આ અંગે માહિતી આપવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે આ કેસની ફાઈલ સોમવારે બંધ કરી દેવામાં આવી છે. આમાં અજીત પવાર આ કેસમાં કોઈ પણ રીતે શામેલ જણાયા નથી માટે તેમને ક્લીન ચિટ આપી દેવામાં આવી છે. શનિવારે પવારે પોતાના કાકા શરદ પવાર સામે બગાવત કરીને ભાજપને સમર્થન આપ્યુ છે.

એનસીપી-કોંગ્રેસ સરકાર દરમિયાન કૌભાંડનો લાગ્યો આરોપ

એનસીપી-કોંગ્રેસ સરકાર દરમિયાન કૌભાંડનો લાગ્યો આરોપ

બીજી વાર મહારાષ્ટ્ર સીએમ બનેલા અજીત પવાર પર ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા ઘણા કેસ ચાલી રહ્યા છે. આમાંથી જ એક છે સિંચાઈ કૌભાંડનો કેસ. આ કૌભાંડ 70 હજાર કરોડનો જણાવવામાં આવે છે જે કથિત રીતે રાજનેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી 1999થી 2009 વચ્ચે થયો. મહારાષ્ટ્રમાં 1999થી 2014 દરમિયાન કોંગ્રેસ-રાકાંપા ગઠબંધન સરકારમાં સિંચાઈ વિભાગ અજીત પવાર પાસે હતુ એવામાં એમનુ નામ કૌભાંડમાં હતુ.

કેસ બાબતે અજીતને ઘેરતી રહી હતી ભાજપ

કેસ બાબતે અજીતને ઘેરતી રહી હતી ભાજપ

સિંચાઈ કૌભાંડ બાબતે ભાજપ સતત અજીત પવાર પર હુમલાવર રહી હતી. ચૂંટણી પ્રચારમાં ફડણવીસે તો અજીતને જેલમાં મોકલવાની પણ વાત કહી હતી. બોમ્બે હાઈકોર્ટમાં હજુ પણ આ કેસ ચાલી રહ્યો હતો. 28 નવેમ્બર 2018ના રોજ મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરોએ અજીત પવારને 70 હજાર કરોડના કથિત સિંચાઈ કૌભાંડમાં આરોપી ગણાવ્યા હતા.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ ગાયબ એનસીપી ધારાસભ્ય પાછા આવ્યા, કર્યા સનસનીખેજ ખુલાસાઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ ગાયબ એનસીપી ધારાસભ્ય પાછા આવ્યા, કર્યા સનસનીખેજ ખુલાસા

ડેપ્યુટી સીએમ બનતા જ ક્લીન ચિટ

ડેપ્યુટી સીએમ બનતા જ ક્લીન ચિટ

મહારાષ્ટ્રના રાજકારણમાં શનિવારે સવારે નાયકીય ઘટનાક્રમ જોવા મળ્યો. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે સીએમ અને એનસીપીના અજીત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. અજીત પવારે એનસીપીના ધારાસભ્યોનુ સમર્થન હોવાની વાત કહી પરંતુ પાર્ટી પ્રમુખ શરદ પવારે આ સંપૂર્ણપણે ફગાવી દઈને તેમને પાર્ટીમાંથી કાઢવા સુધીની વાત કહી દીધી છે. અજીત, એનસીપી પ્રમુખ શરદ પવારના ભત્રીજા છે પરંતુ તે કાકાના વિરોધમાં ગયા છે. બે દિવસ બાદ તેમને ક્લીન ચિટ મળી ગઈ.

English summary
Anti corruption bureau gives the clean chit to AjitPawar alleged involve 70000 Cr irrigation scam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X