For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યસભામાં પણ પાસ થયું એન્ટી રેપ બીલ

|
Google Oneindia Gujarati News

parliyament
નવી દિલ્હી, 21 માર્ચઃ મહિલા સુરક્ષાને લઇને ગંભીર સરકારે આખરે મહિલા સુરક્ષિત બિલને સંસદમાં પાસ કરાવી જ લીધું. એન્ટી રેપ બિલને આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું. જ્યાં કોઇ પણ પ્રકારના હંગામા વગર આ ઠરાવ પારિત થઇ ગયો. નોંધનીય છે કે, આ બિલ લોકસભામાં પહેલા જ પાસ થઇ ચૂક્યું છે. હવે આ બિલને રાષ્ટ્રપતિ પાસે તેમની મંજૂરી માટે મોકલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મહિલાઓ વિરુદ્ધ અપરાઘના મામલામાં આકરી સજાના પ્રાવઘાનવાળા આ બિલને લોકસભાએ પહેલા મંજૂરી આપી હતી, જેમાં મહિલાઓ વિરુદ્ધ તેજાબનો મામલો, તેમને ઘુરવી અને પીછો કરવો જેવા કૃત્યો માટે પણ કડક પ્રાવધાન કરવામા આવ્યા છે. તેમજ આ બિલમાં સંમતિથી સેક્સની ઉંમરને ફરીતી 18 વર્ષ કરી દેવામાં આવી છે. સરકારે આ પહેલા આ અધિનિયમની સંમતિથી સેક્સની ઉંમર 18થી ઘટાડીને 16 વર્ષ કરી હતી.

જો કે, આ મુદ્દે સહમતિ મેળવવામાં નિષ્ફળ રહેલી સરકારે તેને પુનઃ 18 વર્ષ કરી દીધી હતી. આ પહેલા એન્ટી રેપ બિલ પર લોકસભામાં વોટિંગ થયું હતું. વોટિંગ દરમિયાન જોરદાર હંગામો થયો હતો.

ગત વર્ષની 16 ડિસેમ્બરે થયેલા દિલ્હી સામૂહિક બળાત્કાર બાદ દેશભરમાં ઉઠેલા આક્રોશને જોતા સરકારે આ બિલનું પ્રાવધાન રાખ્યું. વિધેયકમાં ભારતીય દંડ સંહિતા, આપરાધિક પ્રક્રિયા સંહિતા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ અને યૌન અપરાધોથી બાળકોનું સરંક્ષણ અધિનિયમમાં સંશોધનનો પ્રસ્તાવ છે.

English summary
Parliament passed the anti rape bill which keeps the age for consensual sex at 18 years and makes voyeurism and stalking punishable offences, with Rajya Sabha giving its nod to the legislation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X