For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેના અધિકારીઓમાં તણાવનું કારણ શોધોઃ રક્ષામંત્રી

By Super
|
Google Oneindia Gujarati News

AK_ANTONY
નવીદિલ્હી, 16 ડિસેમ્બરઃ સેનામાં અધિકારીઓ અને જવાનો વચ્ચે ટકરાવની સ્થિતિ અને આત્મહત્યાઓની પૃષ્ટભૂમિમાં રક્ષામંત્રી એકે એન્ટોનીએ યુવાન અધિકારીઓમાં તણાવનું અધ્યયન કરવાનો આદેશ આપ્યો છે. તેની સાથે જ તેમણે ડીઆરડીઓને કહ્યું છે કે તેને ઓછુ કરવાની વ્યવસ્થા વિકસાવવામાં આવે.

ડીઆરડીઓએ પ્રાણી વિજ્ઞાનના મુખ્ય નિયંત્રક ડબ્લ્યૂ સેલ્વામંત્રીએ કહ્યું કે રક્ષામંત્રીએ આદેશ આપ્યો છે કે નવયુવાન અધિકારીઓમાં તણાવનું આખું વિવરણ અને અધ્યયન આગામી મહિના તેમને સોંપવામાં આવે. તેમણે કહ્યું કે રક્ષામંત્રીએ નવયુવાન અધિકારીઓ પર અધ્યયન કરવાનો આદેશ આપ્યો છે કારણ કે તે પણ તણાવમાં હોય છે. બીજા રેન્કની જેમ તે લોકો સમાન પરિસ્થિતિઓ અને કામકાજના માહોલમાં હોય છે. રક્ષા મનોવૈજ્ઞાનિક અનુસંધાન સંસ્થાન તરફથી અધ્યન કરવામાં આવ્યું છે. તેમાં એ અધિકારીઓને સામેલ કરવામાં આવશે જેમને સેવામાં પાંચથી વધારે છ વર્ષ વિતાવી દીધા છે.

સેલ્વામૂર્તિએ કહ્યું કે, અધિકારીઓમાં તણાવનું આખું વિવરણ તૈયાર કરવા માટે અધ્યયન કરવામાં આવશે, જો ત્યારબાદ બીજા અધ્યયનની જરૂર હશે તો કેટલાક ફેરફારો પછી તેને પણ કરવામાં આવશે. સેના જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદ અને પૂર્વોત્તરમાં ઉગ્રવાદ વિરુદ્ધ 50 વર્ષથી વધારે સમયથી લડી રહી છે. નવયુવાન અધિકારી એ હોય છે જે જમીન સ્થર પર ચાલી રહેલા અભિયાનોનું નેતૃત્વ કરે છે.

શરૂઆતના વર્ષોમાં નવયુવાન અધિકારીઓને અત્યંત કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. માનવ પ્રબંધન પણ તેમના ઉપર એક મોટી જવાબદારી હોય છે. છેલ્લા વર્ષમાં એક હજાર કરતા વધારે સૈન્યકર્મીઓએ આત્મહત્યા કરી હતી, જેમાં કેટલાક અધિકારીઓ પણ હતા.

English summary
Defence Minister A K Antony has ordered a study into the stress level encountered by young officers of the Army and has asked DRDO to develop methods to mitigate it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X