For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NRC પર અમિત શાહ બોલ્યા, હિન્દુ શરણાર્થિઓએ દેશ નહિ છોડવો પડે!

NRC પર અમિત શાહ બોલ્યા, હિન્દુ શરણાર્થિઓએ દેશ નહિ છોડવો પડે!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક મોટું નિવેદન આપ્યું છે. એનઆરસી જાગરુકતા કાર્યક્રમમાં બોલતાં અમિત શાહે કહ્યું કે આર્ટિકલ 370નો બંગાળ સાથે ખાસ સંબંધ છે. પશ્ચિમ બંગાળથી જ આર્ટિકલ 370 હટાવવાનો અવાજ ઉઠ્યો હતો. તેમણે જ એક દેશ, એક સંવિધાનનો નારો બુલંદ કર્યો હતો. શાહે કહ્યું કે જ્યાં બલિદાન થયાં મુખરજી થયા તે કાશ્મીર આપણું છે. આની સાથે જ એનઆરસીને લઈને અમિત શાહે કહ્યું કે હિન્દુ શરણાર્થિઓએ બંગાળ છોડવું નહિ પડે.

amit shah

અમિત શાહે કોલકાતામાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે હું આજે તમામ હિન્દુ, સિખ, જૈન, બૌદ્ધ અને ઈસાઈ શરણાર્થિઓને ભરોસો અપાવવા માંગું છું કે ભારત છોડવા માટે કેન્દ્ર તરફથી તમને કોઈ દબાણ કરવામાં નહિ આવે. તમે કોઈપણ પ્રકારની અફવા પર ભરોસો ન કરો. એનઆરસી પહેલા અણે નાગરિકતા સંશોધન બિલ લાવશું જે આ વાતને આશ્વસ્ત કરશે કે આ લોકો ભારતની નાગરિકતા મેળવે. શાહે આ અવસર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર તીખા હુમલા બોલ્યા.

મમતા બેનરજી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે મમતા કહી રહ્યાં છે કે તેઓ પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગૂ નહિ થવા દે, પરંતુ હું તમને ભરોસો અપાવવા માંગું છું કે એક-એક ઘૂસણખોરને ભારતથી બહારનો રસ્તો દેખાડવામાં આશે. તમે જાણો છો કે જ્યારે તેઓ વિપક્ષમાં હતાં ત્યારે લેફ્ટ સત્તામાં હતા, તે હંમેશાથી આ વાત ઉઠાવતાં હતાં કે ઘુસણખોરોને ભારતથી બહાર કરવા જોઈએ. જણાવી દઈએ કે દેશના ગૃહમંત્રીની જવાબદારી સંભાળ્યા બાદ અમિત શાહ પહેલીવાર પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા છે.

MP Honey Trap: 30 અશ્લીલ સીડીમાં દેખાતા પૂર્વ સાંસદ કોણ છે? ચર્ચા તેજMP Honey Trap: 30 અશ્લીલ સીડીમાં દેખાતા પૂર્વ સાંસદ કોણ છે? ચર્ચા તેજ

English summary
any indian dont need to worry about leaving india says amit shah on NRC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X