Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોઇપણ વ્યક્તિ ડાઇંગ ડેક્લેરેશન રેકોર્ડ કરી શકશે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 25 મે : હવે ડાઈંગ ડિકલેરેશન કોઈ પોલીસ ઓફિસર, ડોક્ટર અથવા મેજિસ્ટ્રેટ જ નોંધી શકે તેવું નથી. આવું સ્ટેટમેન્ટ મૃત્યુ પામનાર વ્યક્તિની પાસે રહેલી કોઈ પણ વ્યક્તિ નોંધી શકશે. તેવું સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે એક કેસમાં જણાવ્યું હતું કે દાઝી જવાના કેસમાં તે વ્યક્તિની નજીક રહેલી કોઈ પણ વ્યક્તિ તેનું અંતિમ નિવેદન નોંધી શકશે. આ માટે કોઈ જાતની સમીક્ષા કરવામાં આવી નથી કે આવું સ્ટેટમેન્ટ કોઈ નિયત ફોર્મ કે નિયત ફોર્મેટમાં કે પછી તેના માટે કોઈ મહત્ત્વની કાર્યવાહીની જરૂર નથી. તેમ સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી.એસ. ચૌહાણ અને દીપક મિશ્રાની બેંચે દહેજ કેસમાં હાઈકોર્ટના ચુકાદા અંગે જણાવ્યું હતું.

આ અંગે સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે કોઈ પણ નાગરિક જે તે મૃત્યુ પામનાર વ્યક્તિનું સ્ટેટમેન્ટ લઈ શકશે. મૃત્યુ પામનાર વ્યક્તિનું ડાઈંગ ડિકલેરેશન જે તે વ્યક્તિએ શુદ્ધ બુદ્ધિએ લીધેલું હોવું જોઈએ અને આ સમયે ડાઈંગ ડિકલેરેશન આપનાર વ્યક્તિની માનસિક સ્થિતિ યોગ્ય હોવી જોઈએ. ડાઈંગ ડિકલેરેશન રેકર્ડ કરનાર વ્યક્તિએ તો લીધેલું સ્ટેટમેન્ટ સંતોષકારક અને યોગ્ય હોવું જોઈએ. આ ડાઈંગ ડિકલેરેશન લેનાર વ્યક્તિએ પોતાના વિચારોના આધારે લીધેલું ન હોવું જોઈએ. મૃત્યુ પામનાર વ્યક્તિનું વ્યક્તિગત રીતે ડાઈંગ ડિકલેરેશન લીધું હોય તે સ્વીકારવા માટેનો યોગ્ય પુરાવો છે, પરંતુ ડોક્ટરે તેના સર્ટિફિકેટમાં મૃત્યુ પામનાર વ્યક્તિની માનસિક સ્થિતિ અંગે આપેલું સર્ટિફિકેટ આ મામલે જરૃરી નથી.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે ડોક્ટરે આપેલું સર્ટિફિકેટ દરેક બાબતમાં જરૃરી નથી. આ કેસ અંગે દામોહ કોર્ટ દ્વારા દાલસિંગ અને તેની પત્નીને તેમની પુત્રવધૂના ઘરેલુ હિંસાના મામલે દોષિત ઠેરવ્યાં હતાં. આ ઘટનામાં દાલસિંગની પુત્રવધૂ 100 ટકા જેટલી દાઝી ગઈ હતી. આ મામલે મધ્ય પ્રદેશ હાઈકોર્ટે દાલસિંગની પુત્રવધૂના ડાઈંગ ડિકલેરેશનમાં દાલસિંગ અને તેની પત્નીને આ મામલે જવાબદાર ઠેરવ્યા હતા. આ કેસમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પણ નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X