અબ્દુલ કલામ પુણ્યતિથિઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના 12 મહત્વપૂર્ણ કોટ્સ
આજે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અબુલ પાકિર જૈનુલાઅબદીન અબ્દુલ કલામ (એપીજે અબ્દુલ કલામ)ની પુષ્ણતિથિ છે.
આજે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અબુલ પાકિર જૈનુલાઅબદીન અબ્દુલ કલામ (એપીજે અબ્દુલ કલામ)ની પુષ્ણતિથિ છે. કલામને ભારતીય મિસાઈલ પ્રોગ્રામના જનક માનવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો તેમને 'મિસાઈલમેન' પણ કહે છે. આ ઉપરાંત તે દેશના એવા રાષ્ટ્રપતિ હતા જેમને 'જનતાના રાષ્ટ્રપતિ' કહેવામાં આવતા હતા. 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમાં જન્મેલા અબ્દુલ કલામનુ મૃત્યુ 27 જુલાઈ 2015ના રોજ થયુ તો આખો દેશ શોકમાં ડૂબી ગયો. 85ની ઉંમરમાં યુવાનોનું જોશ ધરાવતા કલામનુ મૃત્યુ મેઘાયલમાં થયુ હતુ જ્યારે તે બાળકોને લેક્ચર આપી રહ્યા હતા. ગરીબીમાં બાળપણ વીત્યા બાદ પણ તે એક સફળ વૈજ્ઞાનિક અને એન્જિનિયર રૂપે પ્રખ્યાત છે. અબ્દુલ કલામે પોતાના જીવનકાળમાં ઘણા એવા અનમોલ વિચાર આપ્યા જે લોકો માટે પ્રેરણાદાયક બન્યા. અહીં અમે તમને તેમણે લખેલા અમુક ખાસ કોટ્સ બતાવવા જઈ રહ્યા છે જે તમારા માટે એક બહેતર જીવન વ્યતીત કરવાં સહાયક બની શકે છે.

‘સૂરજ જેવુ ચમકવુ હોય તો સૂરજ જેવા બળો'
- જો તમે સૂરજની જેમ ચમકવા ઈચ્છતા હોવ તો પહેલા સૂરજની જેમ બળો.
- તમારા મિશનમાં સફળ થવા માટે, તમારે તમારા લક્ષ્ય પ્રત્યે એકચિત્ત નિષ્ઠાવાન થવુ પડશે.
- આપણે હાર ન માનવી જોઈએ અને આપણે સમસ્યાઓથી પોતાને હરાવવા ન દેવા જોઈએ.
- સપના એ નથી જે તમે ઉંઘમાં જુઓ, સપના એ છે જે તમને ઉંઘ ન આવવા દે.

સમાજમાં ત્રણ જ લોકો લાવી શકે છે મોટો ફેરફાર
- પોતાની આજ કુરબાન કરો જેથી આગળ આવનારી પેઢીને સારી કાલ મળી શકે.
- વિજ્ઞાન માનવતા માટે એક સુંદર ભેટ છે, આપણે એને બગાડવુ ન જોઈએ.
- જો કોઈ દેશને ભ્રષ્ટાચાર મુક્ત થવુ હોય અને સુંદર દિમાગવાળા લોકોથી ભરવુ હોય તો સમાજમાં ત્રણ એવા લોકો છે જે આવુ કરી શકે છે. તે છે - પિતા, માતા અને અધ્યાપક.
- રચનાત્મકતા ભવિષ્યમાં સફળતાની કુંજી છે અને પ્રાથમિક શિક્ષણ દરમિયાન જ શિક્ષક બાળકોની રચનાત્મકતાને ઉભારી શકે છે.

‘મુશ્કેલીઓથી મળેલી સફળતામાં જ આનંદ છે'
- મુશ્કેલીઓ બાદ મળેલી સફળતા જ અસલી આનંદ આપે છે. એક નેતા એ હોય છે જેના પોતાના કંઈ વિચાર હોય, જેને કંઈ કરવાની ઈચ્છા હોય. જે મુશ્કેલીઓથી ડરે નહિ. જેને ખબર હોય કે સમસ્યાઓનો સામનો કેવી રીતે કરાય. સૌથી મહત્વપૂર્ણ, જે પોતાની વાત પર અડગ રહે.
- જે દિવસે સિગ્નેચર ઑટોગ્રાફમાં બદલાઈ જાય, માન લો કે તમે સફળ થઈ ગયા.
- કોઈને હરાવવા બહુ સરળ છે પરંતુ કોઈની જીતી લેવા ખૂબ મુશ્કેલ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
