ક્યાંક સંઘના 'એક્ઝિટ પ્લાન'નો શિકાર તો નથીને ભાજપના દિગ્ગજો?
નવી દિલ્હી, 20 માર્ચ: ભારતીય જનતા પાર્ટીમાં થઇ રહેલી ઉથલપાથલ એક નવા પ્રકારના પરિવર્તન તરફ ઇશારો કરી રહી છે. એક પછી એક રિસાઇ રહેલા વરિષ્ઠ નેતાઓ ધીરે ધીરે હાસિયા પર જતા દેખાઇ રહ્યા છે. કોઇને પણ મનગમતી બેઠક નથી મળી રહી તો કોઇને જૂની બેઠક છોડવા પર મજબૂર કરવામાં આવે છે. કોઇ ખુલ્લેઆમ પાર્ટીને અલ્ટિમેટમ આપી રહ્યું છે તો કોઇ ધરણા પ્રદર્શનમાં લાગી ગયું છે.
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાતની સાથે જ ભાજપમાં વરિષ્ઠ નેતાઓની નારાજગી શરૂ થઇ ગઇ હતી. મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા બાદ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ નારાજ થવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ ઘણા નેતા અડવાણીને મનાવવામાં લાગી ગયા હતા. જોકે ફરિથી તેમની નારાજગી સામે આવી રહી છે અને તે લોકસભા બેઠકને લઇને છે.
અડવાણી પોતે ભોપાલથી ચૂંટણી લડવા માગે છે ગાંધીનગરથી નહીં. પરંતુ પાર્ટી તેમને ગાંધીનગર બેઠકથી જ ચૂંટણી લડાવવા માંગે છે. જોકે તેમને મનાવવા માટે પાર્ટીના મોદી, સુષમા સહિતના નેતાઓ આજે તેમને મળવા ગયા હતા. જોકે સવાલ એ ઉઠે છે કે ભાજપને રાષ્ટ્રીય સ્વરૂપ આપનાર અડવાણીને આજે પોતાની પસંગીની બેઠક માંગવા માટે પણ 'આજીજી' કરવી પડે છે? જોકે આજે સાંજે પાર્ટી અધ્યક્ષે એવી જાહેરાત કરી હતી કે અડવાણીજી લોકસભાની ચૂંટણી જ્યાંથી લડવા માગતા હોય ત્યાંથી તેઓ લડી શકે છે. ત્યારબાદ અડવાણીનું નિવેદન આવ્યું કે તેઓ ચૂંટણી ગાંધીનગરથી જ લડશે.
એવું નથી કે અડવાણી જ માત્ર પાર્ટીમાં પોતાની ઉપેક્ષાથી નારાજ છે. હાલમાં જ મુરલી મનોહર જોશીની પણ પાર્ટીમાં આવી જ હાલત છે. મોદી માટે પાર્ટીના વરિષ્ઠ નેતા ડૉ. મુરલી મનોહર જોશીએ પોતાની બેઠક છોડવી પડી. જોશી પોતાની વારાણસી લોકસભા બેઠકથી જ ચૂંટણી લડવા ઇચ્છતા હતા પરંતુ પાર્ટી ઉત્તર પ્રદેશમાં પોતાની ખોવાયેલી જમીન પાછી મેળવવા માટે મોદીને યુપીથી લડાવવા માગે છે. પાર્ટીએ જોશીને મનાવી લઇને મોદીને વારાણસી બેઠક આપી દીધી.

લોકસભા ઉમેદવારની જાહેરાતની સાથે જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો વિરોધ સામે આવવા લાગ્યો છે. પાર્ટીએ અડવાણીને તેમની ઇચ્છા વિરુધ્ધના ઉમેદવાર ગણાવ્યા છે. જ્યારે અડવાણી પોતાના 'રાજનૈતિક શિષ્ય' શિવરાજના ભોપાલથી ચૂંટણી લડવા ઇચ્છતા હતા. ભોપાલથી ટિકિટ નહીં મળવા પર અડવાણી નારાજ હતા. પાર્ટીમાં તેમને મનાવવાનો દૌર ચાલી રહ્યો છે. તો બીજી બાજું અન્ય પાર્ટીના વરિષ્ઠ નેતા જસવંત સિંહ પોતાની ટિકિટને લઇને નારાજ ગણાવવામાં આવી રહ્યા છે. જસવંત સિંહએ પાર્ટીમાં બગાવતના સૂર બૂલંદ કરી લીધા હતા. તેમમે પાર્ટીને કડક શબ્દોમાં જણાવી દીધું છે કે જો બાડમેરથી ટિકિટ નહીં મળે તો અપક્ષ ચૂંટણી લડશી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
