લદાખમાં ચીનની ઘુષણખોરીઃ આર્મી ચિફે રજૂ કર્યો રિપોર્ટ

Army-chief-Bikram-Singh
નવી દિલ્હી, 25 એપ્રિલઃ લદાખમાં ચીન આર્મીના ઘુષણખોરી અને હાલની સ્થતિને લઇને આર્મી ચિફ જનરલ વિક્રમ સિંહએ ગુરુવારે રક્ષામંત્રી એકે એન્ટોનીને જરૂરી માહિતી પૂરી પાડી છે. આ અંગે આર્મી અધિકારીઓએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મિર તથા લદાખ વિસ્તારમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આર્મી જનરલ સિંહે મિલેટ્રી કમાન્ડર્સ સાથે અવલકોન કર્યું હતુ અને ત્યારબાદ પોતાનો અહેવાલ રક્ષામંત્રીને આપ્યો હતો.

નોર્થન આર્મી કમાન્ડર લેફ્ટનેન્ટ જનરલ કે ટી પાર્નાઇક સાથે ત્યાંની સ્થિતિનુ અવલોકન કરીને આર્મી ચિફ ગતકાલે જમ્મુ અને કાશ્મિરથી પરત આવ્યા હતા, તેમ અધિકારીએ જણાવ્યું છે. લદાખમાં ઉદ્દભવેલી સ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી તે અંગેના ઇનપુટ આર્મીએ સરકાર અને ચીન સ્ટડી ગ્રુપના નેતૃત્વવાળી નેશનલ સિક્યુરિટી એડવાઇઝરને આપ્યા છે.

હાલની સ્થિતિને હેન્ડલ કરવા માટે મિલેટ્રીના આક્રમક ઉપયોગ સહિતના મુદ્દાઓ પર સરકારને વિવિધ વિવકલ્પ પણ આર્મી દ્વારા આપવામાં આવ્યા છે. આર્મી દ્વારા આપવામાં આવેલા તમામ સૂચનો પર ચીન સ્ટડી ગ્રુપ દ્વારા ખંતપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે અને અન્યો પાસેથી પણ હાલની પરિસ્થિતિ અંગેના ઇનપુટ્સ મેળવવામાં આવી રહ્યાં છે.

ચીન સ્ટડી ગ્રુપ પ્રધાનમંત્રી ઓફિસ અને રક્ષામત્રાંલય સાથે મળીને ઉક્ત મુદ્દાને હેન્ડલ કરી રહ્યું છે. આર્મીએ ત્વરિત પગલું ભરતા પોતાના સૈનિકોને લદાખના અમુક વિસ્તારોમાં તૈનાત કરીને કેમ્પિંગ કર્યું છે. તેમજ જરૂર પડ્યે વધુ સૈનિકોને મોકલવાની તૈયારી પણ હાથ ધરાઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X