પાક.ને જવાબ આપવા, કાશ્મીર પહોંચ્યા આર્મી ચીફ અને કમાન્ડર

Posted By:
Subscribe to Oneindia News

સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સમેત સેનાના સાત કમાન્ડર્સ આ સમયે કાશ્મીરમાં હાજર છે. આ તમામ લોકો કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે. જો કે આ ખબરની ગોપનીયતાને જોતા હાલ આટલી જ માહિતી પ્રાપ્ત થઇ છે. આ તમામની વચ્ચે પાકિસ્તાને નૌશેરા સ્કેટરમાં આજે સવારે યુદ્ધવિરામનું ઉલ્લંધન કરીને જોરદાર ફાયરિંગ શરૂ કર્યું છે. જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. અને બીએસએફનો એક જવાન ઇજાગ્રસ્ત પણ થયો છે. નોંધનીય છે કે જનરલ રાવતે થોડા દિવસ પહેલા જ જણાવ્યું હતું કે કાશ્મીરમાં સેના ડર્ટી વોરનો સામનો કરી રહી છે. અને તેમને આ માટે નવી રીતે લડવું પડશે. સાથે જ તેમણે હ્યૂમન શીલ્ડ જેવા પ્રયાસને પણ આવકાર્યો હતો. આર્મી ચીફ અને કમાન્ડર્સ સોપોરમાં થયેલા હુમલા પછી કાશ્મીરમાં હાજર છે. તમને જણાવી દઇએ કે જમ્મુ કાશ્મીરના સોપોર સેક્ટરમાં પોલિસ અને આંતકીઓ વચ્ચે થયેલી અથડામણમાં 2 આંતકવાદીઓની મોત થઇ છે. અને આ આંતકીઓએ પોલિસ કેમ્પ પર ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો.

army

જે રીતે જાણકારી મળી છે તે તે મુજબ સેનાએ નક્કી કર્યું છે કે તે ઠંડી શરૂ થતા પહેલા કાશ્મીરમાં અલગ અલગ સ્થળે થઇ રહેલી આંતકી ગતિવિધિઓનો સફાયો કરશે. કાશ્મીરમાં હાલ જે પરિસ્થિતિ છે તે એક વર્ષની સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી એક છે. શનિવારે ઇન્ડિયન આર્મીએ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર સબજાર ભટને મોતને ઘાટ ઉતાર્યો છે. વધુમાં સેનાએ 4000 સૈનિકોને કાશ્મીરમાં ઉતાર્યા છે. અને ઠંડી શરૂ થાય તે પહેલા સેના આંતકીઓનો ખાતમો કરવાનું વિચારી રહ્યા છે. ગુપ્તચર સંસ્થાઓના કહેવા મુજબ હાલ કાશ્મીરમાં 200 જેટલા આંતકીઓ સક્રિય છે. સેના હાલ જે ઓપરેશન ચલાવી રહી છે તેમાં અત્યાર સુધી 10 આતંકીઓને મારવામાં સફળતા મળી છે. ત્યારે આવનારા દિવસોમાં પણ સેના આવા ઓપરેશન દ્વારા આંતકીઓનો ખાતમો કરવાની છે.

English summary
Army Chief General Bipin Rawat and 7 army commanders are in Kashmir.
Please Wait while comments are loading...