ચીન LACની બીજી તરફ સતત કરી રહ્યુ છે નિર્માણ કાર્ય, અમે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા તૈયારઃ સેના પ્રમુખ

લદ્દાખમાં ભારત-ચીન બૉર્ડર પર ચાલી રહેલ તણાવને લઈને સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ નિવેદન આપ્યુ છે.

લદ્દાખઃ લદ્દાખમાં ભારત-ચીન બૉર્ડર પર ચાલી રહેલ તણાવને લઈને સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે કહ્યુ કે અહીં સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે જણાવ્યુ છે કે ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની બીજી તરફ ઘણુ નિર્માણ કાર્ય કર્યુ છે. તે વધુ સૈનિકોને તૈનાત કરવા માટે આ કરી રહ્યુ છે પરંતુ ભારતીય સેના કોઈ પણ ઘટના માટે તૈયાર છે. આર્મી ચીફ જનરલ એમએમ નરવણે શુક્રવારે બે દિવસના પ્રવાસે પૂર્વ લદ્દાખ પહોંચ્યા છે. તે અહીં વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પર વર્તમાન સુરક્ષા સ્થિતિનુ નિરીક્ષણ કરી રહ્યા છે.

narvane

આર્મી ચીફે ઈન્ડિયા ટુડે સાતે વાતચીતમાં કહ્યુ કે ચીન સીમા પર હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ ચીનની સેનાએ પોતાની સીમામાં ઘણુ નિર્માણ કાર્ય કર્યુ છે. ચીને ફૉરવર્ડ ક્ષેત્રોમાં તૈનાતી પણ વધારી છે, જે આપણા માટે ચિંતાની વાત છે. પરંતુ અમે સંપૂર્ણપણે સાવચેત છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

ચીન સાથે વાતચીત પણ સતત ચાલુ

આર્મી ચીફે જણાવ્યુ કે સીમા પર તણાવ ઘટાડવા માટે ચીન સાથે વાતચીત પણ સતત ચાલી રહી છે. ચીન સાથે અત્યાર સુધી 12 દોરની વાતચીત થઈ ચૂકી છે અને જલ્દી આગલા દોરની વાતચીત થશે. તમને જણાવી દઈએ કે સેના પ્રમુખ જનરલ મનોજ મુકંદ નરવણેએ શુક્રવારે સંવેદનશીલ ક્ષેત્રમાં સુરક્ષા સમીક્ષા કરવા માટે પૂર્વ લદ્દાખમાં અગ્રિમ ક્ષેત્રોનો પ્રવાસ કર્યો, જ્યાં ભારતીય સેના અને ચીની પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ) લગભગ 17 મહિનાથી સીમા ગતિરોધમાં બંધ છે.

પાક પર પણ બોલ્યા આર્મી ચીફ

પાકિસ્તાન સાથે સીઝફાયરને લઈને આર્મી ચીફે કહ્યુ કે આ ઘણુ સારુ રહ્યુ. તેમણે કહ્યુ કે છેલ્લા 2 મહિનાતી ઘૂસણખોરીની કોશિશો થઈ છે જે ચોક્કસપણે ચિંતાની વાત છે. પાકે એ તરફ ધ્યાન આપવુ જોઈએ કારણકે પાકિસ્તાની સેનાની માહિતી વિના ઘૂસણખોરીની કોશિશો ન થઈ શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X