અનંતનાગમાં સેનાના કાફલા પર આતંકી હુમલો, 2 જવાન શહિદ

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેનાના કાફલા પર આંતકીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં બે જવાન પણ શહિદ થયો છે. અને ચાર કેટલાક જવાનો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો અનંતનાગના કાજીગુંડ વિસ્તારમાં થયા છે. જે રિપોર્ટ આવી રહ્યા છે તે મુજબ કાજીગુંડની લોઅરમુંડી ચેકપોસ્ટ પર જ્યારે સેનાનો કાફલો શ્રીનગર તરફ આવી રહ્યો હતો ત્યારે આ હુમલો આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

army

ઉલ્લેખનીય છે કે હાલ કાશ્મીરમાં સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવત હાજર છે. અને તે અહીં સેનાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ બેઠકો યોજી રહ્યા છે. તો બીજી તરફ બુધવારે જ એલઓસી પર ભારતે પાકિસ્તાનના 5 આતંકીઓને મારી નાંખ્યા હતા. જે પછી આતંકીઓ દ્વારાા કોઇ મોટા ઘટનાને અંજામ આપવામાં આવશે તેવી આશંકા હતી. સેના દ્વારા હાલ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ઠંડી શરૂ થાય તે પહેલા શક્ય તેટલા આંતકીઓનો ખાત્મો કરવામાં આવી તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

English summary
Army convoy attacked by terrorists in Anantnags Qazigund in Jammu Kashmir.
Please Wait while comments are loading...