15 વર્ષોમાં પહેલીવાર LoC પર તોપ ની ગર્જના, હાલત ગંભીર

Posted By:
Subscribe to Oneindia News

છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ એક ચરમસીમા પર પહોંચી ગયો છે. એલઓસી પર વારંવાર થઇ રહેલા ફાઈરિંગને કારણે હાલત ઘણી નાજુક થઇ ચુકી છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે પાકિસ્તાન તરફથી ચાલી રહેલા ગોળીબાર નો જવાબ આપવા માટે ભારતીય સેનાએ છેલ્લા 15 વર્ષોમાં પહેલીવાર આર્ટિલરી નો ઉપયોગ કર્યો છે. સેના ઘ્વારા ભરવામાં આવેલું આ પગલું જણાવવામાં માટે કાફી છે કે બોર્ડર પર હાલત કેટલી તણાવપૂર્ણ બની ચુકી છે. આવી હાલતમાં પહેલાથી જ 800 લોકોને કુપવાડા અને બારામુલ્લા શિફ્ટ કરવામાં આવી ચુક્યા છે. ઇંગલિશ ડેલી ઇન્ડિયન એક્સપ્રેસ ઘ્વારા તેની જાણકારી આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં 411 વાર યુદ્ધ વિરામ તોડવામાં આવી ચુક્યો છે

અત્યાર સુધીમાં 411 વાર યુદ્ધ વિરામ તોડવામાં આવી ચુક્યો છે

રિપોર્ટ અનુસાર વર્ષ 2018 દરમિયાન શરૂઆતના 2 મહિનામાં જ 411 વાર યુદ્ધ વિરામ તોડવામાં આવી ચુક્યો છે. આ મહિને નોર્થ કાશ્મીરમાં રામપુર અને ઉરીમાં થયેલા યુદ્ધ વિરામ ઉલ્લંગનમાં સેના ઘ્વારા 105 એમએમ તોપ નો પ્રયોગ કરવામાં આવ્યો. તોપ નો પ્રયોગ થોડા સમય માટે જ થયો હતો. પરંતુ વર્ષ 2003 યુદ્ધ વિરામ પછી પહેલીવાર બન્યું છે કે ભારતીય સેનાએ તોપ ઘ્વારા જવાબ આપ્યો હોય.

પાક સેનાએ પણ કર્યો હથિયાર નો પ્રયોગ

પાક સેનાએ પણ કર્યો હથિયાર નો પ્રયોગ

પીર પંજાલ દક્ષિણ એલઓસી વિસ્તારોમાં 155 એમએમ બોફોર્સ તોપ સાથે બીજા હથિયારો ઘ્વારા પાકિસ્તાનને જવાબ આપવામાં આવ્યો. રિપોર્ટ મુજબ પાકિસ્તાન ઘ્વારા પણ આ વર્ષે એલઓસી પર ઘણા ભારે હથિયારોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 120 એમએમ મોર્ટાર નો સમાવેશ થાય છે.

એલઓસી પાર કરવા માટે આતુર આતંકીઓ

એલઓસી પાર કરવા માટે આતુર આતંકીઓ

અત્યાર સુધી 16 આતંકીઓ ઘ્વારા ઘુસપેઠ કરવાની કોશિશ કરી. જેમાંથી 4 આતંકીઓને ભારતીય સેના ઘ્વારા મારી નાખવામાં આવ્યા જયારે 7 પાકિસ્તાન ભાગી ગયા અને 5 આતંકીઓ ઘુસપેઠ કરવામાં સફળ રહ્યા. સેના સૂત્રો અનુસાર પાકિસ્તાને એલઓસી પર પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. આ વખતે બરફવર્ષા ઓછી થયી છે જેના કારણે પીર પંજાલ વિસ્તારમાં ઘુસપેઠ કરવાનો રસ્તો ખુલી ગયો છે.

ગરમીઓમાં પારો વધશે

ગરમીઓમાં પારો વધશે

સેના આ વખતે એવું માનીને ચાલી રહી છે કે ગરમીઓમાં પારો વધુ ગરમ થઇ શકે છે. એલઓસી તરફ થી ઘુસપેઠની કોશિશ વધારે તેઝ થઇ જશે. થોડા દિવસો પહેલા જ આર્મી ચીફ જનરલ બિપિન રાવત ઘ્વારા પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવવામાં આવ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે બધા જ વિકલ્પ છે. જેમાં સર્જીકલ સ્ટ્રાઇક પણ આવે છે.

English summary
Army uses artillery uri sector against pakistan first time 15 years jammu kashmir

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.