For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અર્નબ ગોસ્વામીએ અલીબાગ જેલમાં ઉપયોગ કર્યો હતો ફોન, બે કર્મચારી થયા સસ્પેન્ડ

અર્નબ ફોનનો ઉપયોગ કરતા રહ્યા અને સતત સોશિયલ મીડિયા પર સક્રિય રહ્યા જેના પર કાર્યવાહી કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ થોડા દિવસો પહેલા ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈકની આત્મહત્યાના કેસમાં રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની મુંબઈ પોલિસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને અલીબાગની જેલ કે જે એક પ્રકારનુ કોવિડ-19 સેન્ટર પણ છે ત્યાં રાખવામાં આવ્યા. આ દરમિયાન અર્નબ ફોનનો ઉપયોગ કરતા રહ્યા અને સતત સોશિયલ મીડિયા પર સક્રિય રહ્યા. કેસ સામે આવ્યા બાદ તપાસ અધિકારીઓએ જેલ પ્રશાસનને પત્ર લખ્યો હતો. જેના પર કાર્યવાહી કરીને જેલ પ્રશાસને બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

arnab

બે કર્મચારી સસ્પેન્ડ

વાસ્તવમાં અર્નબ ગોસ્વામીની ધરપકડ દરમિયાન તેમના ઘરે જોરદાર હોબાળો થયો. ત્યારબાદ તેમને અલીબાગ જેલમાં લાવવામાં આવ્યા. આ દરમિયાન અર્નબે ફોનનો ઉપયોગ કર્યો. કેસની ગંભીરતાને જોતા જેલ પ્રશાસને ત્યાં તૈનાત કર્મચારી સૂબેદાર આનંદ બેરે અને સચિનને સસ્પેન્ડ કરી દીધા છે. કેસની તપાસ હજુ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ એ જાણી શકાયુ નથી કે કર્મચારીઓએ પોતાનો ફોન તેમને આપ્યો હતો કે કોઈ બીજાનો. વળી, કેસ સામે આવ્યા બાદ રવિવારે અર્નબને તલોજા સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.

રિપબ્લિકે આપી હતી સફાઈ

પોલિસના આરોપોને નકારીને રિપબ્લિક ટીવી કંપનીએ કહ્યુ કે અર્નબ ગોસ્વામીનુ સોશિયલ મીડિયા અકાઉન્ટ નથી. સાથે જ જ્યારે બુધવારે 4 નવેમ્બરની સવારે વર્લી નિવાસથી અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમનો પર્સનલ મોબાઈલ ફોનને જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર કેસ

વાસ્તવમાં જ્યારે અર્નબે રિપબ્લિક ચેનલની શરૂઆત કરી ત્યારે ઈંટીરિયર ડિઝાઈનર અન્વય નાઈકે તેમનો સ્ટુડિયો બનાવવાનુ કામ કર્યુ. ત્યારબાદ અર્નબે અન્વયને ચૂકવણી ન કરી. બાદમાં અન્વયે સુસાઈડ કરી લીધી. આ દરમિયાન પોલિસને જે સુસાઈડ નોટ મળી તેમાં અર્નબ અને બે અન્યના નામ હતા. જો કે ત્યારે મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર હતી અને આ કેસને બંધ કરાવી દેવામાં આવ્યો હતો. હવે ઉદ્ધવ સરકારે ફરીથી આ કેસની તપાસના આદેશ આપ્યા છે. જેના કારણે અર્નબ સહિત ઘણા લોકોની ધરપકડ થઈ છે.

સુરત એરપોર્ટથી જયપુર માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ, જાણો સમયસુરત એરપોર્ટથી જયપુર માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ, જાણો સમય

English summary
Arnab Goswami used phone in Alibaug jail, 2 employees suspended.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X