હિટ એંડ રન: સપા નેતાના દારુડિયા પુત્રએ 10 ને કચડ્યા, 4 ના મોત

Subscribe to Oneindia News

ફરીથી એક નેતાના દારુડિયા પુત્રએ નશામાં ધૂત બનીને ભયંકર દુર્ઘટનાને અંજામ આપ્યો છે. લખનઉના ડાલીબાગ વિસ્તારની સામે બનેલી ઝૂંપડીઓમાં શનિવારે મોડી રાતે દારુના નશામાં ધૂત બે નબીરાઓએ 10 લોકોને કચડી દીધા. આ ભયંકર દુર્ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે ઘાયલોને ટ્રોમા સેંટરમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

hit and run

પોલિસે આ ઘટનાને અંજામ આપનાર ગોમતીનગરના આયુષ રાવત અને નિખિલની ધરપકડ કરી લીધી છે. આયુષ રાવત સપાના પૂર્વ સાંસદ અને નિખિલ મોટા બિઝનેસમેનનો પુત્ર છે. પોલિસના જણાવ્યા અનુસાર દુર્ઘટના સમયે બંને નશામાં ધૂત હતા. બંનેએ એટલો બધો દારુ પીધો હતો કે તેમને ખબર જ નહોતી કે આટલી મોટી દુર્ઘટના બની ગઇ છે.

Read also: ઓમ પુરી જ નહિ આ સિતારાઓના મોતના રહસ્ય પણ હજુ અકબંધ

પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો રાતે 1.30 વાગે લગભગ ગન્ના સંસ્થા તરફથી આવી રહેલી કાર બેકાબૂ બની ઝૂંપડીઓમાં ઘૂસી ગઇ. તે બીજા છેડા સુધી લોકોને કચડતી રહી અને લોખંડની પાઇપ સાથે ટકરાઇને પલટાઇ ગઇ. આ દુર્ઘટનાના શિકાર મોટાભાગના લોકો બહરાઇચના મટિહા ગામના છે. પોલિસે બધા મૃતકોના મૃતદેહ કબ્જે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

English summary
Lucknow's Dalibagh area. As a result of the accident, four died and four other got injured
Please Wait while comments are loading...