For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આત્મહત્યા માટે પ્રેરવાના આરોપમાં માલ્યાની ધરપકડ કરો: શરદ યાદવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sharad yadav
નવી દિલ્હી, 7 ઑક્ટોબર: આર્થિક સંકટો સામે ઝઝૂમી રહેલી એરલાઇન્સના માલિક વિજય માલ્યાને લઇને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જેડીયૂના અધ્યક્ષ શરદ યાદવે શનિવારે કહ્યું હતું કે કિંગફિશર પોતાના કર્મચારીને પગાર આપી શકી નહી, જેના કારણે એક કર્મચારીની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે જેથી વિજય માલ્યાની ધરપકડ કરવામાં આવવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે કિંગફિશર એરલાઇન્સના એક કર્મચારીની પત્ની સુષ્મિતા ચક્રવતીએ પોતાના પતિને છેલ્લાં છ મહિનાથી પગાર ન મળતાં તેને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક તંગીના કારણે કિંગફિશરે લગભગ પોતાના 4,000 કર્મચારીઓને પગારને છેલ્લાં કેટલાક મહિનાથી પગાર ચૂકવ્યો નથી. જેના કારણે તેમને તેમના પરિવારથી દૂર રહેવું પડે છે.

તાજેતરમાં જ ગીતિકા શર્મા આત્મહત્યા કેસ, જેમાં ગીતિકા એક મંત્રી ગોપાલ કાંડાની એરલાઇન્સમાં કામ કરતી હતી જેના સર્દર્ભને ટાંકતા કહ્યું હતું કે શરદ યાદવે માંગ કરી છે કે માલ્યા વિરૂદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવે. તેમને કહ્યું હતું કે જો કાંડાને સૂસાઇડ નોટના આધારે જેલમાં ધકેલી શકાય છે તો પછી માલ્યાને કેમ છોડવામાં આવે? આ મુદ્દે મૃતકે માલ્યા પર પોતાના દુખોના આરોપ લગાવ્યા છે. શરદ યાદવે કહ્યું હતું કે મૃતકના આરોપોને હમંશા સાચા માનવામાં આવે છે અને કોર્ટમાં તેને સબૂત તરીકે સ્વીકારવામાં આવે છે.

જેડીયૂના અધ્યક્ષે કહ્યું હતું કે જો આવા પગલાં ભરવામાં આવશે તો જ વિજય માલ્યા પોતાના કર્મચારીઓને જલ્દી પગાર ચૂકવશે. માલ્યાને જેલના સળીયા પાછળ ધકેલો અને પછી જુઓ તે કેવી રીતે પોતાના કર્મચારીઓની પીડાને સમજે છે. તેમની પાસે ઘણા પૈસા છે. યાદવે કહ્યું હતું કે તે 350 કરોડના શિપ માલિક છે, ફેશન કેલેંડર છાપે છે, દારૂના ધંધામાંથી પૈસા કમાય છે, આઇપીએલ ટીમ ખરીદે છે અને તે પગાર ચૂકવી નથી સકતા!

English summary
Sharad Yadav on Saturday demanded that Mallya be arrested for the suicide of one his employee's wife as she took her life due to KFAs inability to pay salaries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X