For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલમ 370: મિશન કાશ્મીરને સફળ કરનાર આ છે પાંચ મહત્વના પાત્રો

કેટલાક રિપોર્ટ મુજબ જો પુલવામા આતંકી હુમલો ન થયો હોત, તો આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય લોકસભાની ચૂંટણી પહેલા જ લેવાઈ જતો.

|
Google Oneindia Gujarati News

કેટલાક રિપોર્ટ મુજબ જો પુલવામા આતંકી હુમલો ન થયો હોત, તો આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય લોકસભાની ચૂંટણી પહેલા જ લેવાઈ જતો. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ઐતિહાસિક નિર્ણયની સ્ક્રીપ્ટ ફેબ્રુઆરીમાં જ લખાઈ ગઈ હતી. પરંતુ મે મહિનામાં જ્યારે નરેન્દર મોદીની આગેવાનીમાં ભાજપને જબરજસ્ત બહુમતી મળી અને સરકાર તેને સમાપ્ત કરવાના વાયદા સાથે ફરી સરકાર બની ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે આ નિર્ણય લેવાવાનો છે. હવે જે માહિતી મળી રહી છે તે પ્રમામે 30 મેના રોજ શપથ લેવાના એક સપ્તાહમાં જ સરકારે મિશન કાશ્મીરને અંજામ આપવાની તૈયારી કરી લીધી હતી. આ મિશનને અંજામ આપવા પાછળ વડાપ્રધાન મોદીની મજબૂત ઈચ્છાશક્તિ જવાબદારી હતી, જેને તેમના ચાર મહત્વના લોકોએ સાકાર કરી દીધી. જેમાં ગૃહ મંત્રી અમિત શાહનો રોલ સૌથી મહત્વનો હતો. ચાલો જાણીએ પીએમ મોદી સહિત એ પાંચ લોકો વિશે અને તેમની ભૂમિકા વિશે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ભાજપ સરકારે બંધારણની કલમ 370ની વિવાદિત જોગવાઈઓ હટાવવાનો નિર્ણય ભલે હાલ લીધો હોય પરંતુ જ્યારે ભાજપનો જન્મ નહોતો થયો ત્યારથી તેના મૂળ નખાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભાજપના પૈતૃક સંગઠન જનસંઘ અને સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીનું નામ લેતા હતા, ત્યારે ત્યારે આ વિવાદિત જોગવાઈનો ઉલ્લેખ જરૂર કરતા હતા. આર્ટિકલ 370 વિરુદ્ધ આંદોલન દરમિયાન જેલવાસમાં શ્યામાપ્રસાદ મુખર્જીનું નિધન થયું હતું. ત્યારથી ભાજપ આ કલમ વિરુદ્ધ એક જ નારો લગાવતું હતું,'જ્યાં શહીદ થયા મુખર્જી, તે કાશ્મીર અમારું છે.' જ્યારે નરેન્દ્ર મોદી પ્રચંડ બહુમતીથી સત્તામાં આવ્યા ત્યારે તેમણે આ જ ધ્યેયથી 1987ની બેચના છત્તીસગઢ કેડરના IAS બી.વી.આર. સુબ્રમણ્યનને રાજ્યના મુખ્ય સચિવ બનાવ્યા હતા. સુબ્રમણ્યનની કાર્યદક્ષતાને જાણી ચૂક્યા છે, કારણ કે આ પહેલા તેઓ પીએઓમાં જ સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવતા હતા. આ શાથે જ પીએમ મોદીએ આખા મિશનની જવાબદારી અમિત શાહને સોંપી હતી. અમિત શાહની રાજકીય કુશળતા, સૂજબુજ અને દરેક સ્થિતિમાં ટાસ્ક પૂરો કરવાની ક્ષમતા પર પીએમ મોદીને વિસ્વાસ હતો. સરવાળે કહી શકાય કે પીએમ મોદીએ અમિત શાહને આ મિશન કશ્મીરના ડિરેક્ટ રબનાવી પોતે પ્રોડ્યુસર તરીકે સફળ ભૂમિકા ભજવી.

અમિત શાહ

અમિત શાહ

પીએમ મોદીએ આપેલા ટાસ્ક પ્રમાણે અમિત શાહે ગૃહ મંત્રાલયની જવાબદારી સંભાળાતા જ મિશન પૂરુ કરવાનું કામ શરૂ કર્યું હતું. તેમણે પહેલા કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ સાથે મળીને ગૂંચવાયેલા મુદ્દાના કાયદાકીય પહેલુઓની સમમીક્ષા કરી. આ કામમાં કાયદા અને ન્યાય સચિવ આલોક શ્રીવાસ્તવ, વધારાના સચિવ કાયદા (ગૃહ મંત્રાલય) આર. એસ. વર્મા, એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલ અને ગૃહ મંત્રાલયમાં જમ્મુ કાશ્મીર સેક્શનના અધિકારીઓની પસંદગીની ટીમે પણ મદદ કરી. જૂનમાં જ અમિત શાહે કાશ્મીરની મુલાકાત લીધી હતી. અમિત શાહને આ સાથે જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત અને ભૈયાજી જોશી જેવા નેતાઓને આ વિચાર અંગે માહિતી આપવાની પણ જવાબદારી સોંપાઈ હતી. સાથે જ રાજ્યસભામાં આ માટે બહુમતી તૈયાર કરવા માટે પણ તેમણે મહેનત કરવાની હતી. તેમની જવાબદારી એટલા માટે ડબલ થઈ હતીકે તેઓ ગૃહ પ્રધાન હોવાની સાથે સાથે ભાજપના અધ્યક્ષ પણ છે. એટલે તેમણે પોતાની ટીમના સૌથી ભરોસાના સાંસદો અનિલ બલૂની અને ભૂપેન્દ્ર યાદવ જેવા લોકોને રાજ્યસભામાં સમર્થન લાવવાની જવાબદારી સોંપી હતી. ટીડીપી, સપા અને કોંગ્રેસના સાંસદોએ ભાજપમાં સામેલ થવાથી લઈને રાજીનામા આપવા સુધીની તમામ ઘટનાઓની મહત્વની ભૂમિકા રહી. આ ટીમનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક કલમ 370 પર બસપા, ટીડીપી અને YSR કોંગ્રેસ સહિતના વિપક્ષના સાંસદોનું સમર્થન લેવાનો રહ્યો.

અજિત ડોવાલ

અજિત ડોવાલ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલની ભૂમિતા અદ્વિતીય ગણી શકાય. આ આખા મિશનની સ્ક્રીપ્ટ અજિત ડોવાલે તૈયાર કરી હતી. જે વડાપ્રધાન અને ગૃહપ્રધાનના આંખ અને કાન બનીને 100 ટકા સ્ટ્રાઈક રેટ માટે જાણીતા છે. કાયદાકીય મુદ્દા અને સંસદીય પડકારોને સેટ કરીને રિયલ પડકાર તો કાશ્મીર ખીણમ વિસ્તારમાં હતો, જેને પહોંચી વળવામાં NS અજિત ડોવાલના અનુભવે કામ કર્યું. અહીં એ ઉલ્લેખ જરૂરી છે કે જ્યારે અમિત શાહ કાશ્મીરથી પાછા ફર્યા, તેના બીજા જ મહિને અજિત ડોવાલ પણ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા અને ત્યાંની સુરક્ષા અંગે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હતી. તેમની મુસાફરી બાદ જ કેન્દ્રએ લગભગ વધારાના સુરક્ષ દળો તૈનાત કરવાનો નિર્ણય લેવાયો હતો. મળતી માહિતી પ્રમાણે પીએમના નિર્દેશ પર અમિત શાહ અને અજિત ડોવાલ વચ્ચે ઘણી બેઠકો થઈ. એવું પણ કહેવાઈ રહ્યું છે કે એક્શન લેતા પહેલા અમરનાથના યાત્રાળુઓ અને પ્રવાસીઓને ત્યાંથી સુરક્ષિત હટાવી લેવાની યોજના પણ અજિત ડોવાલની જ હતી. અજિત ડોવાલે કલમ 370 હટાવ્યા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચ્યાના નિર્ણય બાદ એક ગ્રાઉન્ડ રિપોર્ટ સરકારને મોકલ્યો છે. ચર્ચા તો ત્યાં સુધી છે કે તેમની સલાહને કારણેજ 400થી વધુ અર્ધ સૈનિક દળોની કંપનીઓ અહીં તૈનાત કરાઈ છે.

રાજીવ ગઉબા

રાજીવ ગઉબા

જમ્મુ કાશ્મીર આજે દેશના નોર્થ પોલથી સેન્ટર તરફ શિફ્ટ થયું છે, તો તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગૃહ પ્રધાનની મહત્વની ભૂમિકા રહી છે. જગજાહેર છે કે અમિત શાહે આ મિશનને જે રીતે અંજામ આપ્યો, તેમાં કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગઉબા તેમની સાથે પડછાયાની જેમ હતા. ગૃહ પ્રધાને જે નિર્ણય લીધા તેને સાકાર કરવાનું કામ રાજીવ ગઉબાએ જ કર્યું છે. જુદા જુદા મંત્રાલયો અને જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે કો ઓર્ડિનેશનમાં તેમની જ ભૂમિકા હતા. જેટલી જવાબદારી અમિત શાહની હતી, તેટલી જ જવાબદારી પૂર્વક રાજીવ ગઉબાએ પણ ઉપાડી હતી. તેમણે આ મિશનમાં પોતાની કુશળતાનો પરિચય આપ્યો છે.

બીવીઆર સુબ્રમણ્યમ

બીવીઆર સુબ્રમણ્યમ

કેન્દ્ર સરકારે જે પણ નિર્ણય લીધા તેન જમ્મુ કાશ્મીરમાં અમલી બનાવાની જવાબદારી અહીંના મુખ્ય સચિવ સુબ્રમણ્યમના ખભા પર હતી. NSA અને ગૃહ મંત્રાલયે સુરક્ષાની બ્લૂપ્રિન્ટ તેમને સોંપી હતી, જેમાં પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ અને પ્રશાસનના મુખ્ય અધિકારીઓને સેટેલાઈટ ફોન આપવા, સંવેદનશીલ વિસ્તારોમાં ક્વિક રિસ્પોન્સ ટીમને તૈનાત કરવી, LOC પર આર્મી દ્વારા કડક બંદોબસ્ત કરવાની જવાબદારી હતી. 4 ઓગસ્ટની મહત્વની રાત્રે મુખ્ય સચિવે જ જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગસિંહને મહત્વના પગલાં લેવા આદેશ આપ્યા હતા. આ આદેશમાં મહત્વના નેતાઓની અટકાયક, મોબાઈલ અને લેન્ડલાઈન સેવા બંધ કરવા, કલમ 144 લાગુ કરવા અને કરફ્યુ દરમિયાન સુરક્ષ દળોની સંખ્યા વધારવા જેવા નિર્ણય સામેલ હતા.

English summary
article 370 these are the five key personality to reach the conclusion of mission kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X