For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાળાનાણાની યાદીમાં UPAના પૂર્વ મંત્રીનું નામ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઓક્ટોબર: કાળાનાણાને લઇને મોટો ખુલાસો થયો છે. ટાઇમ્સ નાઉ સાથે વાતચીતમાં નાણામંત્રી અરૂણ જેટલીએ યૂપીએના મંત્રીના નામ હોવાના સંકેત આપ્યા છે. જર્મની અને સ્વિત્ઝરલેંડની બેંકોમાં યૂપીએ સરકારના કેટલાક મંત્રીઓ અને કોંગ્રેસ પાર્ટીના કેટલાક સભ્યોનું કાળુ નાણું જમા છે, એ વાતની આશંકા વધી ગઇ છે.

નાણામંત્રીએ એમપણ કહ્યું કે તે યૂપીએના પૂર્વ મંત્રીઓ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓનું કાળું નાણું વિદેશી બેંકોમાં જમા હોવાની અટકળો પર પોતાની મોહર પણ લગાવી રહ્યાં નથી. કાળા નાણાના મુદ્દે ફરીથી ચર્ચામાં આવી ગયા છે. મોદી સરકાર કહી રહી છે કે જો કાળા નાણા મુદ્દે નામ જણાવીશું તો કોંગ્રેસ શરમાઇ જશે. તો બીજી તરફ કોંગ્રેસ કહી રહી છે કે ધમકાશો નહી નામ જણાવો.

આ પહેલાં નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે કાળા નણાવાળાઓના નામ સામે આવ્યા પછી કોંગ્રેસ શરમ અનુભવી શકે છે, કોંગ્રેસ કહી રહી છે બ્લેકમેલિંગ કરવાનું બંધ કરી કાળા નાણાવાળા વિરૂદ્ધ કાર્યવાહી કરે સરકાર.

arun

વિદેશમાં કાળાનાણા જમા કરાવનારઓના ખાતાની જાહેરાત અને કોંગ્રેસને અનુભવનાર શર્મિંદગી સાથે જોડાયેલા નાણા મંત્રી અરૂણ જેટલીના નિવેદન વચ્ચે કોંગ્રેસે અરૂણ જેટલી પર આકરા પ્રહાર કરતાં પડકાર ફેંક્યો છે કે તે 'અર્ધ સત્ય' અને 'પસંદગીના ખુલાસા'ના બદલે સંપૂર્ણ માહિતી સાથે સામે આવે. અજય માકને કહ્યું કે સરકાર કાળા ધનવાળા વિરૂદ્ધ કાર્યવાહી કરે અને કાળાનાણાને દેશમાં પરત લઇને આવે.

અજય માકને કહ્યું કે ''કોંગ્રેસ એવી કોઇ ધમકી વડે બ્લેકમેલ થવાની નથી. કોંગ્રેસ પાર્ટી વ્યક્તિઓથી ઉપર છે. જે પણ સામેલ હશે, તેના વિરૂદ્ધ આકરી કાર્યવાહી થવી જોઇએ પરંતુ આ બદલાની ભાવનાથી પ્રેરિત અથવા અર્ધ સત્ય ન હોવું જોઇએ.''

કાળાનાણાના મુદ્દે સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધની સ્થિતિ આવી ગઇ છે. સરકારે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે સ્વિસ બેંક ખાતાધારકોના નામોનો ખુલાસો કરી ન શકે. યૂપીએ સરકારે પણ આ પહેલાં આવું વલણ અપનાવ્યું હતું. તમને જણાવી દઇએ કે હિન્દુસ્તાન ટાઇમ્સના અનુસાર સરકાર સુપ્રીમ કોર્ટને 136 કાળા નાણાવાળાઓના નામ જણાવી શકે છે.

પરંતુ કોંગ્રેસ પ્રવક્તાનું કહેવું છે કે 136 નામ કેમ.. બધા જ 800 નામ જણાવવા જોઇએ. જ્યારે કોંગ્રેસે ભાજપ સરકાર પર આ મુદ્દાને લઇને ''પાખંદ કરવાનો' આરોપ લગાવ્યો તો ગઇકાલે અરૂણ જેટલીએ કહ્યું ''નામ જલદી સાર્વજનિક કરવામાં આવશે. હું તમને આશ્વસ્ત કરું છું કે જ્યારે નામ સાર્વજનિક કરવામાં આવશે, ત્યારે મને (ભાજપને) કોઇ શર્મિંદગી થશે નહી. આ નામોના લીધે કોંગ્રેસને જરૂર શર્મિંદગી થશે.

English summary
Finance Minister Arun Jaitley Wednesday may have dropped hints that a minister in the previous UPA government could be one of those who had stashed money abroad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X