બજેટ 2017: અરુણ જેટલીના યુનિયન બજેટનું મુખ્ય મુદ્દા, જાણો અહીં
નાાણાં પ્રધાન અરુણ જેટલી બુધવારે, યુનિયન બજેટ 2017-18 રજૂ કર્યું. આ બજેટની તમામ અપટેડ વાંચવા આ પેજ રિફ્રેશ કરતા રહો.
બુધવારે, નાણાંપ્રધાન અરુણ જેટલી સવારે 11 વાગ્યે લોકસભામાં યુનિયન બજેટ 2017-2018 રજૂ કરવાના છે. ત્યાં આ બજેટથી દેશના તમામ નાગરિકોને ભારે આશા છે. ત્યારે બજેટની તમામ માહિતી વિષે વિગતવાર માહિતી મેળવવા માટે આ પેજ રિફ્રેશ કરતા રહો.

1 PM: અરુણ જેટલીએ તેમનું બજેટ ભાષણ સમાપ્ત કર્યું.
નાણાં પ્રધાન અરુણ જેટલીના બજેટ ભાષણના મહત્વના પોઇન્ટ વાંચો અહીં...
- ભારત નેટ હેઠળ વર્ષ 2017 સુધીમાં 1.5 લાખ ગ્રામ પંચાયતોમાં હાઇ સ્પીડ બ્રોડબેન્ડ આપવામાં આવશે
- 2017-18માં 5 લાખ નવા તળાવ બનાવવામાં આવશે. જેથી દુકાળની પરિસ્થિતીને નિવારી શકાય.
- રેલ્વેથી જોડાયેલી કંપનીઓ જેવી કે IRCON અને IRCTCના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરવામાં આવશે.
- રેલ્વે ઇ ટિકિટ બુકિંગ પર સર્વિસ ટેક્સ નહીં લાગે.
- વર્ષ 2018 સુધી તમામ ટ્રેનોમાં હશે બાયો ટોયલેટ
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 3.90 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
- ઓઇલ ક્રૂડ રિર્ઝવને ઓડિસ્સા અને રાજસ્થાનમાં સ્થાપિત કરવામાં આવશે
- દલિત જનજાતિ અને મહિલાઓને વધુ સુવિધા અપાશે
- વેપારીઓ માટે કેશબેક સ્ક્રીમ
- પોસ્ટ ઓફિસમાં મળશે પાસપોર્ટ
- પોસ્ટ ઓફિસ દ્વારા ડિજિટલ સુવિધાઓ અપાશે
- સાયબર સુરક્ષા મજબૂત કરાશે
- આધારકાર્ડથી થશે ચૂકવણી
રેલ બજેટ
- 1.31 લાખ કરોડનું રેલ બજેટ અરુણ જેટલીએ રજૂ કર્યું
- 2020 સુધી માનવરહિત ફાટકને નાબૂદ કરવામાં આવશે
- રેલ યાત્રિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે
- 5 વર્ષ માટે રેલને 1 લાખ કરોડની ફાળવણી કરાશે
ખેડૂતો માટે અરુણ જેટલી જાહેરાત
- પાકવીમા માટે 9 હજાર કરોડની જાહેરાત
- 10 લાખ કરોડ ખેડૂતોને અપાશે ક્રેડિટ કાર્ડ
- નાબાર્ડનું ફંડ રૂ. 40 હજાર કરોડ કરાશે
- 5 હજાર કરોડનું સિંચાઇ ફંડ
- કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન અપાશે
ગરીબો માટે
- સૌને સસ્તુ ઘર મળે તે અમારું લક્ષ્ય છે
- ગરીબો માટે સુનિશ્ચિત રોજગાર યોજના અપાશે
- ગરીબો માટે ઘર, સ્વાસ્થય અને સામાજિક સલામતી પર ભાર અપાશે
- 1 કરોડ પરિવારનને ગરીબી રેખાથી બહાર લવાશે
- 50 હજાર ગ્રામ પંચાયતોને ગરીબી મુક્ત કરાશે.
The advanced economies are expected to increase their growth from 1.6%-1.9% and emerging economies from 4.1%-4.5%: FM Arun Jaitley pic.twitter.com/jOEwcjuFOO
— ANI (@ANI_news) February 1, 2017
- મોંધવારી દર 6 ટકાથી નીચે લાવીશું.
- આ બજેટ ગરીબો માટેને છે.
- ગામડામાં રોજગાર વધે તે બાબત પર વધુ ધ્યાન આપવામાં આવશે.
- ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. બે વર્ષમાં તેમની આવક બમણી થાય તે માટે પ્રયાસ કરવામાં આવશે.
- આ બજેટમાં 10 બાબતો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે.
- નાણાકીંય વિકાસ વધારાશે.
11: 23 AM : GSTથી દેશને ગતિ મળશે. ટેક્સચોરીથી ગરીબોને નુક્શાન થાય છે. મોંધવારી પર કાબુ મેળવવામાં આવ્યો છે : નાણાં પ્રધાન અરુણ જેટલી
11:16 AM: ભારતની અર્થવ્યવસ્થા વિશ્વનો ચમકતો સિતારો છે : અરુણ જેટલી
11:15 AM નાણાં પ્રધાન અરુણ જેટલીએ કોંગ્રેસના વિરોધ વચ્ચે બજેટ ભાષણ શરૂ કર્યું.
11:05 AM લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને ઇ અહમદને આપી શ્રદ્ધાંજલિ. થોડી જ વારમાં રજૂ થશે યુનિયન બજેટ 2017-18.
10:40 AM લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું બજેટ આજે જ થશે રજૂ. તો બીજી તરફ આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે પણ કહ્યું કે આવી પરિસ્થિતીમાં બજેટને રજૂ ના કરવું જોઇએ.
#Budget will be presented today,will formally announce shortly: Lok Sabha Speaker Sumitra Mahajan
— ANI (@ANI_news) February 1, 2017
10:20 AM : જો કે સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ આ તમામ અસમંજશ બાદ પણ આજે જ બજેટ રજૂ થશે.
10 AM : કોંગ્રેસે કહ્યું બજેટ કરો મુલતવી રાખો. નોંધનીય છે કે લોકસભા સાસંદ અને પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી ઇ અહમદને મંગળવારે રાષ્ટ્રપતિ જ્યારે બન્ને સદનોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે હદય રોગનો હુમલો આવ્યો હતો. જે બાદ તેમનું નિધન થયું હતું આ પર કોંગ્રેસ અને જેડીયુની માંગણી છે કે બજેટ સ્થગિત કરવામાં આવે.
9.30 - સરકારી સૂત્રોનું કહેવું છે કે, તેમણે તમામ પક્ષો સાથે વાતચીત કર્યા પછી જ બજેટ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.

9.10 - બજેટની કોપી સંસદ પહોંચી ચુકી છે.
9.05 - નાણાં મંત્રી અરુણ જેટલી તથા નાણાં મંત્રાલયના અન્ય અધિકારીઓ રાષ્ટ્રપતિ ભવન જવા માટે રવાના થયા.
9.00 - સૂત્રોના જણાવ્યા અનુસાર, બજેટ અંગે અંતિમ નિર્ણય સ્પીકર લેશે. સવારે 10 વાગે બજેટ અંગેનો અંતિમ નિર્ણય સામે આવે એવી શક્યતા છે.
8.50 - નાણા મંત્રી અરુણ જેટલી મંત્રાલય પહોંચ્યા.
નોંધનીય છે કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર રેલવે બજેટને યુનિયન બજેટની સાથે જ રજૂ કરવામાં આવ્યું છે. આ વખતે રેલવે બજેટ પણ જનરલ બજેટના જ એક ભાગ તરીકે રજૂ થશે. દેશના દરેક વર્ગને વ્યક્તિને બજેટ પાસે કંઇ ને કંઇ આશા હોય છે. ત્યારે હવે જોવાનુ તે રહેશે છે શું ખેડૂતો, સામાન્ય લોકો અરુણ જેટલીના આ બજેટથી ખુશ છે કે નહીં. નોંધનીય છે કે અરુણ જેટલીનું આ બજેટ અનેક રીતે ચૂંટણી લક્ષી બજેટ છે. અને નોટબંધી પછી મોદી સરકાર તરફથી લોકોને કંઇક અંશે રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
