અરવિંદ કેજરીવાલે અમિત શાહને લલકાર્યા, કહ્યું- જ્યારે કહેશો ત્યારે ડિબેટ કરવા તૈયાર
અરવિંદ કેજરીવાલે અમિત શાહને લલકાર્યા, કહ્યું- જ્યારે કહેશો ત્યારે ડિબેટ કરવા તૈયાર
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ડિબેટ માટે લલકાર્યા. આમ આદમી પાર્ટીના મુખ્યાલયમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું, "અમિત શાહ જી દિલ્હીમાં કહી રહ્યા છે કે હું સીએમ બનાવી લઈશ અને મને વોટ દો. તો હું અમિત શાહજીને ડિબેટ કરવા માટે આમંત્રિત કરું છું." અગાઉ અરવિંદ કેજરીવાલે મંગળવારે ભાજપને પડકાર ફેંક્યો હતો કે તેઓ દિલ્હીમાં પોતાના મુખ્યમંત્રી ઉમેદવારના નામનું એલાન 24 કલાકમાં કરે, નહિતર 24 કલાક બાદ હું ફરીથી પ્રેસ કોન્ફ્રેન્સ કરીશ. ભાજપે કેજરીવાલના આ પડકારને એમ કહીને ટાળી દીધો કે અમારા કોઈપણ કાર્યકર્તા કેજરીવાલ સાથે દલિલો કરી શકે છે.

બુધવારે પ્રેસ કોન્ફ્રેન્સ કરતા કેજરીવાલે કહ્યું કે હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ભાજપ પાસે દિલ્હી માટે કોઈ મુખ્યમંત્રી ચહેરો નથી એવામાં દિલ્હીની જનતા જાણતી જ નથી કે તેઓ જો ભાજપને વોટ દેશે તો મુખ્યમંત્રી કોણ બનશે. ભાજપનેઆપેલ વોટથી અમિત શાહજી કોઈ અંગૂઠા છાપને મુખ્યમંત્રી બનાવી શકે છે માટે ભાજપને વોટ આપવાથી દિલ્હીવાળાઓનો વોટ ખાડામાં ચાલ્યો જશે.
કેજરીવાલે પ્રેસ કોન્ફ્રેન્સમાં અમિત શાહ સાથે ડિબેટ વિશે વોલતા કહ્યું કે, 'આ ડિબેટ દરેક મુદ્દા પર થશે, અમિત શાહ જી આવીને જણાવે. દિલ્હીની જનતા પાસે ઘણા સવાલો છે. અમિત શાહજી કહેશે અમે 370 ખતમ કર્યો, અમે રામ મંદિરનું નિર્માણ કર્યું માટે અમને વોટ દો. પરંતુ એના માટે તો તમે વોટ આપી ચૂક્યા છો. કેન્દ્ર સરકારમાં હવે દિલ્હી માટે તમે શું કર્યું? તે તમારે જણાવવું જોઈએ. પાછલા 5 વર્ષમાં દિલ્હી માટે કેન્દ્ર સરકારે શું કર્યું? એ જણાવો કે દિલ્હીની ચૂંટણીમાં તમને વોટ કેમ આપે? દિલ્હીના લોકો જાણવા માગે છે કે તમે લોકને મફત સુવિધા આપવાની વિરુદ્ધમાં કેમ છો?'












Click it and Unblock the Notifications
