ભ્રષ્ટાચારીઓને કેવી રીતે પકડાવશો 'આપ', હેલ્પલાઇન નંબર જારી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 8 જાન્યુઆરી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે રાજ્યમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા નવો એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર જારી કરી દીધો છે. આના દ્વારા જનતા ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા કોઇ પણ મામલાની ફરિયાદ કરાવી શકશે. નવો એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર છે 011- 27357169 જેની પર ફરિયાદ નોંધાવી શકાશે. આ સેવા સવારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખુલી રહેશે.

હેલ્પલાઇન દ્વારા લોકોને બતાવવામાં આવશે કે લાંચ માંગનારને કેવી રીતે રંગે હાથે પકડાવવામાં આવે, તેના માટે કાયદેસર સ્ટિંગ કરવાની રીત બતાવવામાં આવશે. કેજરીવાલની માનીએ તો હવે દિલ્હીનો દરેક નાગરિક એન્ટી કરપ્શનનો ઇન્સ્પેક્ટર રહેશે. અને ભ્રષ્ટાચારીઓની અંદર ડર પેદા થઇ જશે.

arvind kejriwal
કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં દરેક વ્યક્તિ પોલીસ ઇન્સ્પેક્ટર છે જેને ફોન જેવા મોટા હથિયારનો ઉપયોગ કરતા શીખવું પડશે. તેમણે જણાવ્યું કે કેટલાંક દિવસો બાદ 4 ડિજીટની હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવશે તો જનતાને યાદ કરવામાં સરળતા રહેશે. તેમણે જણાવ્યું કે જે નહીં સુધરે તેને જનતા સુધારી દેશે.

મુખ્યમંત્રી કેજરીવાલે નવા હેલ્પલાઇન નંબરની શરૂઆત કરતા જણાવ્યું કે ઓડિયો રેકોર્ડિંગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એ પણ જણાવ્યું કે રેકોર્ડિંગ અથવા સ્ટિંગ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે સુધરી જાઓ અથવા જેલ જવા માટે તૈયાર થઇ જાવ.

English summary
Delhi CM Arvind Kejriwal today launched an anti corruption helpline number where people, who are harassed for bribes, will be advised on how to conduct sting operations.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.