કેજરીવાલનો પલટવાર, 'આપ'થી ગભરાઇ ગયા છે મોદી
નવી દિલ્હી, 2 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે. કેજરીવાલે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી આપની ટિકા પર ઉલટવાર કરતા જણાવ્યું કે મોદી આપથી ડરી ગયા છે. કેજરીવાલે દિલ્હીમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મોદીને જવાબ આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં રેલી દરમિયાન નરેન્દ્ર મોદીએ આપ અને કેજરીવાલને નિશાનો બનાવ્યા હતા. મોદીએ જણાવ્યું કે જે અણ્ણા હઝારેનો થઇ શક્યો તે દિલ્હીના લોકોનો શું થવાનો. આની પર કેજરીવાલે આજે મોદીને જવાબ આપતા જણાવ્યું કે અણ્ણાના નામનો સૌથી વધારે ખોટો ઉપયોગ ભાજપ અને કોંગ્રેસે જ કર્યો છે.
કેજરીવાલે જણાવ્યું કે નરેન્દ્ર મોદી આમ આદમી પાર્ટીથી ભયભીત થઇ ગયા છે. આપને જણાવી દઇએ કે આજે દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. અરવિંદ કેજરીવાલ જુદા જુદા વિસ્તારોમાં રોડ શૉ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે નરેન્દ્ર મોદી પર આ નિવેદન આપ્યું હતું.













Click it and Unblock the Notifications
