દેશને ‘બનાના રિપબ્લિકન' કહેનાર વાઢેરા માફી માગે: કેજરીવાલ

Robert Vadra
નવી દિલ્હી, 8 ઓક્ટોબર: ડિએલએફ સાથેની સાંઠગાંઠના આરોપ બાદ વિવાદોમાં ફસાયેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરાએ પોતાનું ફેસબુક એકાઉન્ટ બંધ કરી દીધું છે. તેમણે ફેસબુક પર દેશની સરખામણી ‘બનાના રિપબ્લિકન' સાથે કરી હતી. આ અંગે ભડકીને અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે રોબર્ટ વાઢેરા દેશની માફી માગે.

બીજી બાજુ ડીએલએફ અને વાઢેરાએ તમામ આરોપોને અર્થવિહોણા ગણાવ્યા હતા. જોકે કેજરીવાલે ખુલાસો કર્યો છે કે તેઓ આ અંગે વધુ ખુલાસો મંગળવારે કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાઢેરાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર ‘મેંગો પીપલ ઇન બનાના રિપબ્લિક' જેવી ટિપ્પણી કરી હતી. વાઢેરાની આ ટિપ્પણી પર કેજરીવાલ અને કુમાર વિશ્વાસે જણાવ્યું હતુ કે ભારતને બનાના રિપબ્લિક કહીને તેમણે દેશનું અપમાન કર્યું છે જેના માટે તેમણે માફી માગવી જોઇએ.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે જો તેમના આરોપો ખોટા સાબિત થશે તો તેઓ માનહાનીનો સામનો કરવા તૈયાર છે. ડીએલએફએ જણાવ્યું કે ‘વાઢેરા અથવા તેમની કંપની સાથે વ્યક્તિગત સંબંધ છે, અને તેમાં નૈતિકતા અને પારદર્શિતાના બધા જ માપદંડોનું પાલન કરાયું છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X