For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM બન્યા કેજરીવાલ, જાણો કોને સોંપાયો કયો કાર્યભાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ડિસેમ્બર: દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ સત્તા સંભાળી લીધી છે. સચિવાલયમાં કેજરીવાલ સહિત તેમના તમામ છ કેબિનેટ મંત્રીઓએ કાર્યભાર સંભાળી લીધો છે. મુખ્યમંત્રીની ખુરશી પર બેસવાન સાથે જ કેજરીવાલે કામ શરૂ કરી દીધું છે. સૌથી પહેલા તેમણે મંત્રીઓને તેમના કાર્યભાર સોંપી દીધા અને તેમને પણ કામ પર લગાવી દીધા છે.

કેજરીવાલના નજીકના રહેલા મનીષ સિસોદિયાને મંત્રીમંડળમાં નંબર-2નો પદ આપવામાં આવ્યું છે. તેમનીપાસે એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે યુવાનોને પણ કમાન સોંપવામાં આવી છે.

મુખ્યમંત્રી કેજરીવાલે મોટાભાગના મહત્વના વિભાગો પોતાની પાસે રાખ્યા છે. તેમણે જણાવ્યું કે તેમની પાસે ગૃહ, નાણા, ઉર્જા અને સતર્કતા વિભાગ પોતાની પાસે રાખ્યા છે. દિલ્હીમાં વીજળીને લઇને તેઓ પહેલાથી આંદોલન કરતા રહ્યા છે.

તેમણે પહેલા પણ કહ્યું છે કે દિલ્હીમાં વીજળીને લઇને મોટા સુધારાની જરૂરીયાત છે તેમાં વીજળીના દરોને ઓછા કરવા અને ઝડપી ભાગતા મીટરોની તપાસ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ કારણે જ તેમણે ઉર્જા વિભાગ પોતાની પાસે રાખ્યું છે.

જાણો કેજરીવાલના મંત્રિમંડળમાં કોને સોંપાયું કયું કામ...

 મંત્રીમંડળમાં નંબર-2 દરજ્જો

મંત્રીમંડળમાં નંબર-2 દરજ્જો

મનિષ સિસોદિયાએ પટપડગંજ વિધાનસભા બેઠકથી ભાજપના નકુલ ભારદ્વાજને 11478 વોટથી માત આપી હતી. તેમને પાર્ટીમાં નંબર 2નો દરજ્જો આપવામા આવ્યો છે. મનિષ સિસોદીયાને શિક્ષણમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમની પાસે મહેસૂલ, પીડબ્લ્યુડી અને શહેરી વિકાસની પણ જવાબદારી રહેશે.

એકમાત્ર મહિલા મંત્રી

એકમાત્ર મહિલા મંત્રી

દિલ્હીની સૌથી યુવા મંત્રી રાખી બિરલાને મહિલા અને બાળ વિકાસની સાથે સમાજ કલ્યાણ મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે. તેઓ કેજરીવાલ મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા છે.

યુવાઓને મળ્યું સૂકાન

યુવાઓને મળ્યું સૂકાન

ઇન્જિનિયરમાંથી નેતા બનેલા સૌરભ ભારદ્વાજને પરિવહનની સાથે સાથે ચૂંટણી, ખાદ્ય અને આપૂર્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે. દિલ્હીની પરિવહન વ્યવસ્થાને લઇને આમ આદમી પાર્ટી હંમેશા બોલતી રહી છે, હવે તેમની પાસે તક છે પોતાને સાબિત કરવાની.

 અનુભવનો અભાવ

અનુભવનો અભાવ

વ્યવસાયે આર્કિટેક્ટ સત્યેન્દ્ર જૈનને સ્વાસ્થ્યની સાથે સાથે ઉદ્યોગમંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

આરામ નહીં માત્ર થશે કામ

આરામ નહીં માત્ર થશે કામ

માત્ર 12 સુધી ભણેલા ગિરિશ સોનીને અનુસૂચિત જાતિ અને જનજાતિ, રોજગાર મંત્રાલય સોંપવામાં આવ્યું છે. દિલ્હીની માદીપુર વિધાનસભા બેઠકથી ચૂંટણી જીતનારા ગિરિશ સોનીએ ભાજપના કૈલાશ સંકલાને હરાવ્યા હતા.

કાયદો સંભાળશે સોમનાથ ભારતી

કાયદો સંભાળશે સોમનાથ ભારતી

આઇઆઇટીમાં અભ્યાસ કરનાર સોમનાથ ભારતીને કાયદાની સાથે સાથે કલા અને સંસ્કૃતિ વિભાગની જવાબદારી આપવામાં આવી છે.

પ્રમુખ વિભાગ પોતાની પાસે

પ્રમુખ વિભાગ પોતાની પાસે

મુખ્યમંત્રી કેજરીવાલે ગૃહ, ઉર્જા, નાણા અને ટેક્સ, જળ બોર્ડ, પર્યાવણ, જેવા બાકી તમામ મંત્રાલય પોતાની પાસે રાખ્યા છે. તેનું કારણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે વીજળી અને પાણી અરવિંદની સરકારના મુખ્ય મુદ્દા છે. જોકે મહેસૂલ ક્ષેત્રે કેજરીવાલને સારી એવી સમજ છે.

English summary
Arvind Kejriwal takes charge as Delhi Chief Minister, distributes portfolios among ministers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X