For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલે 9 દિવસ પછી એલજીના ઘરે ધરના પુરા કર્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલના ઘરે ચાલી રહેલા ધરના મંગળવારે પુરા કર્યા છે. અરવિંદ કેજરીવાલે 9 દિવસ પછી ધરના ખતમ કરવાનો નિર્ણય કર્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલના ઘરે ચાલી રહેલા ધરના મંગળવારે પુરા કર્યા છે. અરવિંદ કેજરીવાલે 9 દિવસ પછી ધરના ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીના આઈએએસ ઓફિસર ઘ્વારા પણ જણાવવામાં આવ્યું કે તેઓ દિલ્હીના સીએમ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે દિલ્હીના આઈએએસ ઓફિસરો હડતાલ કરીને બેઠા છે, તેઓ કામ નથી કરી રહ્યા. અરવિંદ કેજરીવાલ પોતાના મંત્રી મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય સાથે છેલ્લા અઠવાડીયાથી ધરના પર હતા.

arvind kejriwal

લેફટનન્ટ ગવર્નર ઘ્વારા મુખ્યમંત્રીને સચિવાલયના અધિકારીઓ સાથે તત્કાલ મુલાકાત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. જેથી દિલ્હીના લોકોના હિતમાં વાતચીત ઘ્વારા તત્કાલ ધોરણે ઉકેલ આવી શકે.

મળતી માહિતી અનુસાર પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત, પર્યાવરણ મંત્રી ઇમરાન હુસેન, અને સામાજિક કલ્યાણ મંત્રી સત્યેન્દ્ર પાલ ગૌતમ ઘ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સચિવો અને અન્ય સંબંધિત આઈએએસ અધિકારીઓ ઘ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.

આ પહેલા અરવિંદ કેજરીવાલ સાથે ધરના પર બેસેલા મનીષ સિસોદીયાની તબિયત ખરાબ થયી હતી, જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટી નેતાઓ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે દિલ્હીના અધિકારીઓ છેલ્લા ત્રણ મહિનાથી કોઈ પણ મિટિંગ અટેન્ડ નથી કરી રહ્યા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માંગ કરી હતી કે આ બાબતે એલજી ઘ્વારા કોઈ પગલાં લેવાવવા જોઈએ.

English summary
Arvind Kejriwal ends his strike at Lieutenant Governor's house
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X