શીલાની 'બીજલી'ના મામલે કેજરીવાલને કોર્ટનું તેડું

દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતના રાજનૈતિક સચિવે અરવિંદ કેજરીવાલ સામે માનહાનિની ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કોર્ટે કેજરીવાલને સમન પાઠવ્યું છે અને 20 માર્ચના રોજ કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણ દરમિયાન શીલા દીક્ષિતને 'વીજળીના દલાલ' કહ્યા હતા. જેના માટે કેજરીવાલને શીલા દીક્ષિતે માનહાનીની નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અરવિંદ બે દિવસની અંદર માફી માંગે નહીંતર તેમની સામે કાનૂની પગલા ભરવામાં આવશે.
જોકે તેના જવાબમાં કેજરીવાલે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે શીલા દીક્ષિતે જેટલી માનહાનિની નોટિસ મોકલવી હોય તેટલી મોકલતા રહે હું તેમની અને તેમના સરકારની માનહાનિ કરતો રહીશ.












Click it and Unblock the Notifications
