મુંબઇમાં 'આપ'ની ધમાલ, કેજરીવાલ પર ટ્રાફિક નિયમો તોડવાનો આરોપ

Google Oneindia Gujarati News

મુંબઇ, 12 માર્ચ: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ એક નવા વિવાદમાં ફસી ગયા છે. તેમની પર ટ્રાફીક નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. તેમની હાજરીમાં ટ્રાફિક નિયમોની ઠીલ્લી ઉડાવી છે. નિયમ અનુસાર રીક્ષામાં ત્રણથી વધારે લોકો સવારી કરી શકે નહીં, પરંતુ રીક્ષામાં પાંચ લોકો બેઠેલા હતાં.

કેજરીવાલ જે રીક્ષામાં બેઠ્યાં હતા, તેની પર તેમના કેટલાંક સમર્થકો લટકી ગયા અને એવી રીતે તેમની સાથે ચાલતા રહ્યા. કેજરીવાલ બુધવારે સવારે લગભગ સાડા દસ વાગ્યે મુંબઇ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

સાથે સાથે 'આપ' કાર્યકર્તાઓએ માર્ગ પર રેડ લાઇટ પણ ઓળંગી લીધું. મોટરસાયકલ પર સવાર થઇને નીકળેલા 'આપ' કાર્યકર્તાઓ હેલમેટ પહેર્યા વગર જ કેજરીવાલની રેલીમાં સામેલ થયા. કેજરીવાલે મુંબઇ પહોંચીને અંધેરીથી ચર્ચ ગેટ સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી. આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓએ આખી ટ્રેન પર પોતાનો કબ્જો જમાવી લીધો. જેના કારણે સામાન્ય લોકોને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો. સમર્થકોએ રેલવે સ્ટેશન પર સુરક્ષા માટે લાગેલા મેટલ ડિટેક્ટર પણ તોડી નાખ્યા.

kejriwal
કહેવામાં આવી રહ્યું છે કે મુંબઇ પોલીસ આની વિરુધ્ધ કાર્યવાહી કરી શકે છે. કેજરીવાલને ચર્ચગેટ પર કેટલાંક લોકોએ કાળા વાવટા પણ બતાવ્યા. કેજરીવાલ મુંબઇમાં પાર્ટીના ઉમેદવારોના પક્ષમાં રોડ શો કરવાના હતા પરંતુ, મુંબઇ પોલીસ તરફથી પરવાનગી ના મળતા તેમણે આ કાર્યક્રમ રદ રાખ્યો.

મુંબઇમાં પોતાનું નસીબ અજમાવવા આવેલા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 'દેશમાં કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમો માટે કશું કર્યું નથી, તેવી જ રીતે ભારતીય જનતા પાર્ટીએ પણ દેશના હિન્દુઓ માટે કંઇ જ કર્યું નથી.'

English summary
Aam Aadmi Party (AAP) leader Arvind Kejriwal on Thursday took a suburban train here as he kicked off his Maharashtra tour, but the ride was far from smooth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X