For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ 400 કરોડના ખર્ચે દિલ્હીમાં 19 નવી સ્કૂલ બનાવશે

કેજરીવાલ 400 કરોડના ખર્ચે દિલ્હીમાં 19 નવી સ્કૂલ બનાવશે

|
Google Oneindia Gujarati News

દર વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારો બજેટ રજૂ કરતી હોય છે, પરંતુ તે બજેટ વિકાસ સાધવામાં મદદરૂપ બને છે કે નહીં તેનો કોઈ અહેવાલ રજૂ નથી થતો, અમૂક સેક્ટર્સમાં તો ફળવાયેલા બજેટનો પૂરેપૂરો ઉપયોગ પણ નથી થતો અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં બજેટ સામાન્યતઃ ઓછું આપવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે કેજરીવાલ સરકારે શિક્ષણ ક્ષેત્રને આપેલું મહત્વ અનેરૂં છે, વર્ષો પછી દિલ્હીમાં નવી શાળાઓ ખુલશે.

arvind kejariwal

દિલ્હી સરકારનું આ વર્ષે શિક્ષણ પર ખાસ જોર રહેશે. આ વર્ષે સરકારે 19 નવી શાળાના નિર્માણ માટે બજેટમાં 400 કરોડ રૂપિયા આપ્યા છે. શાળાઓમાં નવા ક્લાસરૂમ બનાવવા માટે સર્વે પણ ચાલુ છે. દિલ્હી સરકારના લોક નિર્માણ વિભાગ અને દિલ્હી પર્યટન અને પરિવહન વિકાસ નિગમ આ યોજના પર કામ કરી રહ્યાં છે. આના માટે કેટલીય જગ્યાએ ટેંડર આમંત્રિત કરવામાં આવ્યા છે જ્યારે કેટલીય જગ્યાએ ટેંડર જાહેર પણ કરી દેવાયાં છે.

માર્ચ મહિનામાં જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્કૂલોને 12430 નવા ક્લાસરૂમ સમર્પિત કર્યા હતા. જ્યારે 2021-22માં 20 નવી સ્કૂલ પણ બનાવવામાં આવી છે. હવે ફરીથી સ્કૂલોમાં નવા ક્લાસરૂમ બનાવવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. જ્યાં-જ્યાં જગ્યા હશે અને નવા ક્લાસરૂમની જરૂરિયાત મહેસૂસ કરવામાં આવશે ત્યાં આ બનાવવામાં આવશે. સાથે જ પીડબલ્યૂડીએ 19 નવા સ્કૂલોના નિર્માણની પ્રક્રિયા પણ તેજ કરી દીધી છે.

પીડબલ્યૂડીના એક અધિકારીએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી વધુ 19 નવી સ્કૂલો બનશે. જેમાં પીડબલ્યૂડી અને ડીટીટીડીસી બંને એજન્સી કામ કરી રહી છે. કેટલીક સંસ્થાનો પર કામ શરૂ થઈ ચૂક્યું છે.

સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા મળશે

સ્કૂલોમાં ગ્રીન બિલ્ડિંગ, સ્માર્ટ ક્લાસરૂમ, સ્ટાફ રૂમ, ઑડિયો- વિજ્યુઅલ રૂમ, રમત-ગમતનું મેદાન, ટેરેસ ગાર્ડન, પીવાના પાણીની આપૂર્તિ અને ભૂનિર્માણ અને બગીચાની સાથોસાથ વિશ્વ સ્તરીય સુવિધાઓ હશે. સ્કૂલોમાં દિવ્યાંગ બાળકો માટે વિશિષ્ટ સુવિધાઓ પણ હશે. લિફ્ટ પણ લગાવવામાં આવશે. સ્કૂલ પરિસરમાં પગપાળા ચાલતા લોકો માટે સુગમ રસ્તો બનાવવામાં આવશે.

સ્કૂલ ઑફ સ્પેશિયલાઈઝ્ડ એક્સીલેંસ અહીં હશે

ગૌતમપુરી, સેક્ટર 18 રોહિણી, આઈએનએન કોલોની, સેક્ટર 6 દ્વારકા, આઈપી એક્સટેંશન, એન્ડ્રૂઝગંજ, કિશનગંજ, પશ્ચિમ વિહાર, રાજ નિવાસ માર્ગ, બી-બ્લોક યમુના વિહાર, ઝડોદા કલાંમાં હશે. વધુ બે સ્કૂલ ખોલવામાં આવશે, બે કરાવલ નગર અને એક પ્રહલાદપુરમાં ખુલશે. 2021-22 દરમિયાન જે 21 સરકારી સ્કૂલ ખુલ્યાં છે, તે નરેલા, હરીનગર, શાલીમાગ બાગ, નંદ નગરી, સિવિલ લાઈન, મદનપુર ખાદર, કાલકાજી, ખિચડીપુર, લાજપત નગર, કરોલબાગ, રોહિણી અને દ્વારકામાં છે.

English summary
Arvind kejriwal sarkar approved 400 crore fund for 19 schools in delhi-ncr
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X