કેજરીવાલ ખાંસીથી પરેશાન અને દેશમાંથી ખાંસીની સિરપ ગાયબ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 13 જાન્યુઆરી: એક તરફ જ્યાં આંદોલનની પૃષ્ઠભૂમિમાંથી ઉપજેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખાંસી ખાઇ ખાઇને પરેશાન છે તો બીજી તરફ દેશના બજારમાંથી ખાંસીની દવાની એક લાખ બોટલો ગાયબ થઇ ગઇ છે. જી હાં ડિસેમ્બર મહિનામાં એક મોટી ખાંસીની દવાની કંપનીની એક લાખ બોટલો ગાયબ થઇ ગઇ છે.

ખાંસીની સિરપમાં ઉપલબ્ધ સાલ્ટ કોડિન ફાસ્ફેટ અને ક્લોરોનેરામાઇનનો વધુ ઉપયોગ નશા માટે થાય છે અને બીએસએફને આ અંગે જાણકારી મળી છે કે સિરપની બોટલો બાંગ્લાદેશના માર્ગે અન્ય દેશોમાં તરસ્કરી કરવામાં આવી રહી છે. બીએસએફે તેની જાણકારી નાર્કોટિક્સને આપી છે જેની તપાસ ચાલુ છે. ફક્ત એક મહિનામાં એક લાખ ખાંસીની દવાની બોટલોની તસ્કરીથી નારકોટિક્સના ઓફિસરોમાં હડકંપ મચી જવા પામ્યો છે.

arvind-kejriwal-cough-syrup

અત્રે ઉલ્લેખનીય છે કે એક મોટી અને અગ્રણી દવા કંપનીની આ ખાંસીની પ્રભાવી દવા છે. તેનો ઉપયોગ કરવાથી દારૂ જેટલો નશો થાય છે. દારૂની તુલનામાં આ સસ્તી હોય છે અને નશો વધુ કરે છે. ડાયરેક્ટર નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો હૈદરાબાદની તપાસમાં તેમની તસ્કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેના પર સક્રિય બનેલા ઓફિસરોએ તેની તપાસ શરૂ કરી દિધી છે.

ઓફિસરોનું કહેવું છે કે સિરપની તસ્કરી દેશમાં દવાના વેપાર સાથે જોડાયેલા વ્યક્તિના સંરક્ષણમાં કરવામાં આવી રહી છે, કારણ કે કંપની માન્ય ડ્રિસ્ટ્રીબ્યૂટર અથવા હોલસેલર સિવાય કોઇને વેચતી નથી. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના જોનલ ડાયરેક્ટર અને પ્રવક્તા આરપી સિંહે જણાવ્યું હતું કે કેસ ગંભીર અને ગોપનીય છે. હજુ તપાસ ચાલુ છે. રેકોર્ડની તપાસ બાદ તસ્કરીના કેન્દ્રોની જાણ થશે. તપાસમાં ડ્રગ્સ ઇન્સપેક્ટરોને પણ લગાવવામાં આવ્યા છે.

English summary
Delhi CM Arvind Kejriwal is having continuous cough. On the other hand BSF has warned Narcotics department regarding trafficking cough syrups from Bangladesh.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.