For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી MCD ચૂંટણીના એલાન બાદ અરવિંદ કેજરીવાલે કહી આ વાત

ચૂંટણીની જાહેરાત બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ હતુ. જાણો શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

Delhi MCD Elections: ચૂંટણી પંચે શુક્રવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને દિલ્લીમાં નગર નિગમની ચૂંટણીનુ એલાન કરી દીધુ છે. દિલ્લીમાં 4 ડિસેમ્બરના રોજ મતદાન થશે અને 7 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. દિલ્લીના રાજ્ય ચૂંટણી કમિશ્નર વિજય દેવે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યુ કે ઉમેદવારો માટે નામ પાછા લેવાની છેલ્લા તારીખ 19 નવેમ્બર રહેશે.

kejriwal

ચૂંટણીની જાહેરાત બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ હતુ. તેમણે ટ્વિટમાં લખ્યુ- છેલ્લા 15 વર્ષમાં ભાજપે આખી દિલ્લીમાં કચરો ફેલાવ્યો છે. કચરાના પહાડ બનાવી દીધા છે. 4 ડિસેમ્બરે આ વખતે દિલ્લીની જનતા દિલ્લીની સ્વચ્છતા માટે મતદાન કરશે. દિલ્લીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મતદાન કરશે. આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં દિલ્લીની જનતા આમ આદમી પાર્ટીને પસંદ કરશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલમાં દિલ્લીમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની હતી પરંતુ કેન્દ્ર સરકાર દિલ્લીની ત્રણ સંસ્થાઓને જોડવા માંગતી હતી. રાજ્યના ચૂંટણી કમિશનર એસ કે શ્રીવાસ્તવ 8મી માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરવાના હતા. પરંતુ થોડા કલાકો પહેલા જ તેમને અટકાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પહેલા દિલ્લીમાં ત્રણ કોર્પોરેશન હતા. જેમાં ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિલ્લીની મ્યુનિસિપલ કોર્પોરેશન હતી.

હવે આ ત્રણ કોર્પોરેશનની સીમાંકન કરવામાં આવી છે. જે બાદ વોર્ડની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે પહેલા દિલ્લીના ઉત્તર અને દક્ષિણ કોર્પોરેશનમાં 104-104 વોર્ડ હતા. પૂર્વ મહાનગરપાલિકા હેઠળ 64 વોર્ડ હતા. પરંતુ સીમાંકન બાદ હવે દિલ્લીમાં મ્યુનિસિપલ વોર્ડની સંખ્યા વધીને 250 થઈ ગઈ છે. જેમાંથી 43 અનુસૂચિત જાતિ માટે અનામત છે.

English summary
Arvind Kejriwal tweet after announcement of Delhi MCD elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X