For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

9 દિવસ સુધી ધરના આપી કેજરીવાલ બિમાર પડ્યા, ઉપચાર માટે બેંગ્લોર જશે

9 દિવસ સુધી ધરના આપ્યા પછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઇ ગયી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

9 દિવસ સુધી ધરના આપ્યા પછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઇ ગયી છે. હેલ્થ ચેકઅપ માટે આજે અરવિંદ કેજરીવાલ બેંગ્લોર જઈ રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે 9 દિવસમાં ધરના પછી ભારે તણાવ હેઠળ તેમનું સુગર લેવલ વધી ગયું છે. ખબરે છે કે આજે ગુરુવારે અરવિંદ કેજરીવાલ ઉપચાર માટે બેંગ્લોર જઈ રહ્યા છે. જયારે અરવિંદ કેજરીવાલે ખરાબ તબિયતનું કારણ આપીને બધી જ મિટિંગ કેન્સલ કરી નાખી છે.

arvind kejriwal

આ પહેલા અરવિંદ કેજરીવાલે વરિષ્ટ આઈએએસ અધિકારીઓ સાથે એક બેઠક સિડ્યુલ કરી હતી તેની સાથે જ પંજાબના આપ નેતા અને પંજાબ વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ સુખપાલ સિંહ ખેરા સાથે પણ મુલાકાત કરવાનું સિડ્યુલ કર્યું હતું.

આપણે જણાવી દઈએ કે મંગળવારે સાંજે અરવિંદ કેજરીવાલે એલજી નિવાસ સ્થાને પોતાના 9 દિવસના ધરના પુરા કર્યા હતા. ધરના પુરા કર્યા પછી દિલ્હી સીએમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા 9 દિવસનો અનુભવ ખુબ જ સારો રહ્યો. અમે 4 લોકો તો અંદર હતા, પરંતુ તમે બધા અને બધી જ પાર્ટીઓના સહયોગ ઘ્વારા રસ્તા પર જનસેલાબ ઉતરી આવ્યો હતો. તેના સિવાય આ બધું શક્ય ના હતું. તેમના બધા જ સાથીઓ અને પાર્ટીઓનો આભાર વ્યક્ત કર્યો.

આમ આદમી પાર્ટી નેતાઓ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે દિલ્હીના અધિકારીઓ છેલ્લા ત્રણ મહિનાથી કોઈ પણ મિટિંગ અટેન્ડ નથી કરી રહ્યા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માંગ કરી હતી કે આ બાબતે એલજી ઘ્વારા કોઈ પગલાં લેવાવવા જોઈએ.

English summary
Arvind kejriwal unwell after 9 days sit-in, flying to bengaluru for treatment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X