શીલા દિક્ષિત વિરૂદ્ધ ચૂંટણી વિરૂદ્ધ લડશે કેજરીવાલ !

સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિત વિરૂદ્ધ ચૂંટણી લડી શકે છે. એવું જાણવા મળ્યું છે કે જો શીલા દિક્ષિત પોતાના ચૂંટણી ક્ષેત્ર બદલશે તો અરવિંદ કેજરીવાલ પણ પોતાનો ચૂંટણી વિસ્તાર બદલીને ચૂંટણી લડશે, એટલે કે શીલા દિક્ષિત જ્યાંથી ચૂંટણી લડશે ત્યાંથી તે ચૂંટણી લડશે. અત્રે ઉલ્લેખનીય છે કે પાર્ટી જ 12 વિધાનસભા વિસ્તારમાંથી 44 ઉમેદવારોની યાદી શોર્ટલીસ્ટ કરવામાં આવી છે જેમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહના નામ પણ સામેલ છે.
શીલા દિક્ષિત વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતરીને અરવિંદ કેજરીવાલ સંદેશ આપવા માંગે છે કે નેતાઓ સરળતાથી જીતી શકે તેવી સીટ પસંદ કરે છે પરંતુ તે સતત ત્રણવાર ચૂંટણી જીતી રહેલા મુખ્યમંત્રી શીલા દિક્ષિત વિરૂદ્ધ ચૂંટણી લડીને આ સ્ટ્રેટેજીને તોડવા માંગે છે.
આમ આદમી પાર્ટીનું માનવું છે કે ચૂંટણી સમરમાં શીલા અને કેજરીવાલ આમને સામને આવી જતાં ચૂંટણી હાઇ વોલ્ટેજ થઇ જશે. દરેક બાજુ કોંગ્રેસ અને આપની ચર્ચા કરશે. આ બંને પાર્ટીઓની ચર્ચા થવાથી મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપાની ચર્ચા ઓછી થશે. જેનો ફાયદો આપ પાર્ટીને મળશે.












Click it and Unblock the Notifications
