Arvind Kejriwal: જેલમાં જ બંધ રહેશે અરવિંદ કેજરીવાલ, જાણો હાઇકોર્ટે શું કહ્યું?
Arvind Kejriwal: દિલ્હી હાઇ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દારૂ નીતિ કૌભાંડમાં પ્રવર્તન નિદેશાલય(ED) દ્વારા ધરપકડ અને કસ્ટડીને પડકાર આપતી અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપવાનો ઇન્કાર કર્યો છે.
આ સાથે દિલ્હી હાઈકોર્ટ દ્વારા કેજરીવાલની અરજી પર ચુકાદો આપતા જણાવ્યું હતું કે, દસ્તાવેજો અનુસાર અરવિંદ કેજરીવાલ દારૂ નીતિ કૌભાંડમાં ષડયંત્રમાં સામેલ છે.
દિલ્હી હાઇ કોર્ટે : આ અરજી જામીન માટે નથી - આ અરજી પર સુનાવણી કરતી વખતે જજ સ્વરંકાંત શર્માએ જણાવ્યું હતું કે, આ અરજી અરવિંદ કેજરીવાલના જામીન સાથે સંબંધિત નથી, તેથી અમે જામીન પર સુનાવણી કરી રહ્યા નથી. હાઇ કોર્ટે જણાવ્યું હતું કે, આ અરજી ED દ્વારા કરવામાં આવેલી ધરપકડને પડકારવા માટે દાખલ કરવામાં આવી છે.
હાઇ કોર્ટે જણાવ્યું હતું કે, કેજરીવાલના વકીલ અભિષેક સિંઘવીએ સાક્ષીઓની જુબાનીને પડકારી છે, અને તેમના દ્વારા આપવામાં આવેલી દલીલો ખોટી છે. કારણ કે, સરકારી સાક્ષીઓએ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ જુબાની આપી છે, અને કોર્ટ નક્કી કરે છે કે સરકારી સાક્ષી કોણ હશે.

ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 21 એપ્રિલે દિલ્હીના લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે તેને 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
અરવિંદ કેજરીવાલે EDની ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી. અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડ અને EDના રિમાન્ડને ગેરબંધારણીય ગણાવ્યા હતા.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય એજન્સી ED દ્વારા તેમની ધરપકડના સમય પર સવાલ ઉઠાવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે, તે લોકશાહી, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ અને સમાન તકો સહિત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન છે.
EDએ સીએમ અરવિંદ કેજરીવાલની આ અરજીનો વિરોધ કરતી વખતે દલીલ કરી હતી કે, કેજરીવાલ આગામી ચૂંટણીઓના આધારે ધરપકડમાંથી મુક્તિનો દાવો કરી શકે નહીં. કારણ કે, કાયદો તેમને અને સામાન્ય માણસ માટે સમાન રીતે લાગુ પડે છે.
દિલ્હીની એક અદાલતે સોમવારના રોજ કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવેલા બીઆરએસ નેતા કવિતાને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ તેમણે માત્ર પુરાવાનો નાશ કર્યો નથી, પરંતુ સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમનામાં આમ કરવાનું ચાલુ રાખવાની સંભવિત છે












Click it and Unblock the Notifications
