કેજરીવાલના નક્શેકદમ પર ચાલી રહી છે પુત્રી હર્ષિતા

kejriwal-daughter
નવી દિલ્હી, 20 જૂન: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની પુત્રીએ વધુ એક કારનામો કરી તેમનું માથું ગર્વથી ઉંચું કરી દિધું છે. અરવિંદ કેજરીવાલની પુત્રે હર્ષિતા અરવિંદ કેજરીવાલે 12મામાં 96 ટકા પ્રાપ્ત કર્યા બાદ હવે આઇઆઇટી જેઇઇ એડવાન્સ ટેસ્ટ ક્વલિફાઇ કરી લીધો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલે જોઇન્ટ એન્ટ્રેસ ટેસ્ટ (જેઇઇ) એડવાન્સ 2014માં 3322 રેંક પ્રાપ્ત કર્યો છે.

તેમણે આઇઆઇટી દિલ્હી રિજિયનમાંથી જેઇઇ એડવાન્સનું પેપર આપ્યું હતું. હર્ષિતાના જેઇઇ એડવાન્સમાં સિલેક્શનની પુષ્ટિ આવી આઇટી કાનપુર રિજિયનના જેઇઇ ચેરમેન પ્રો. નીરજ મિશ્રાએ કરી. અરવિંદ કેજરીવાલની પુત્રી હવે તેમના નક્શેકદમ પર ચાલી રહી છે. આઇઆઇટીમાં પોતાની સફળતાનો હર્ષિતા પોતાના પરિવારજનો અને શિક્ષકોને આપે છે. હર્ષિતાએ જણાવ્યું હતું કે તે ગત બે વર્ષોથી તેના માટે તૈયારી કરી રહી હતી. રોજ 12 કલાકના અભ્યાસ બાદ તેમણે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તે પોતાની સ્કુલમાં વધુ કોચિંગ ક્લાસ પર ફોકસ કરી રહી હતી. જો કે પોતાની રેકિંગથી તે ખુશ નથી, પરંતુ પસંદગીને લઇને ઉત્સાહિત છે.

જો કે અરવિંદ કેજરીવાલે પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમણે આઇઆઇટી રૂડકીથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. પિતાની માફક પુત્રી હર્ષિતા પણ હવે એન્જિનિયરિંગ કરવા જઇ રહી છે. જો કે અરવિંદ કેજરીવાલે આઇઆઇટીની સિવિલ પરીક્ષા પાસ કરી ઇન્ડિયન રેવન્યું સર્વિસ જોઇન કરી લીધી હતી, પરંતુ પછી તેમણે નોકરી છોડી આમ આદમી પાર્ટી સાથે જોડાઇ ગયા, પહેલાં બારમામાં શાનદાર અંક અને હવે જેઇઇ એડવાન્સમાં સિલેક્શન થઇ ગયા બાદ પુત્રીની સફળતાથી અરવિંદ કેજરીવાલના ઘરમાં ખુશીનો માહોલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X