For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ સક્સેના બનશે UPSCના નવા ચેરમેન

અરવિંદ સક્સેના બનશે UPSCના નવા ચેરમેન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અરવિંદ સક્સેનાને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વર્ષે જૂનમાં જ એમને કાર્યકારી અધ્યક્ષના રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સક્સેના 8 મે 2015નારોજ યૂપીએસસીના સભ્ય બન્યા હતા. યૂપીએસસીમાં સામેલ થયા તે પહેલા સક્સેના એઆરસીના નિદેશકના રૂપે ફરજ બજાવી રહ્યા હતા.

arvind saxena

સક્સેના 2020 સધી યૂપીએસસીના ચેરમેન પદ પર બન્યા રહેશે. 1978 બેંચના ભારતીય ડાક સેવા અધિકારી અરવિંદ સક્સેના 19 જૂનથી UPSCમાં પોતાનો કાર્યકાળ પૂરો કરનાર હાલના વિનય વિનય મિત્તલની જગ્યાએ પદભાર સંભાળશે. આ પણ વાંચો- G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી અર્જેન્ટીના જવા રવાના

અરવિંદ સક્સેનાએ દિલ્હી કોલેજ ઑફ એન્જિનિયરિંગ અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, દિલ્હીથી અભ્યાસ કર્યો છે. કાર્મિક મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યૂપીએસસીના અધ્યક્ષ પદ પર અરવિંદ સક્સેનાની નિયુક્તીની મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો- નોટબંધીને કારણે અર્થવ્યવસ્થા પર અસર તો પડી છે: આરબીઆઇ ગવર્નર

English summary
Arvind Saxena appointed Chairman of UPSC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X