For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્યન ખાન ડ્રગ્સ કેસ: ખંડણીના આરોપોની મુંબઈ પોલીસે શરૂ કરી તપાસ

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ખંડણી વસૂલવામાં આવી હોવાના આરોપની હવે મુંબઈ પોલીસે તપાસ શરુ કરી દીધી છે. એનસીબીના એક સાક્ષી પ્રભાકર સેલના નિવેદનના આધારે પોલીસે શરુ કરેલી તપાસમાં શાહરુખની મેનેજર પૂજા ડડલાનીની એક કાર સીસીટીવીમાં ન

|
Google Oneindia Gujarati News

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ખંડણી વસૂલવામાં આવી હોવાના આરોપની હવે મુંબઈ પોલીસે તપાસ શરુ કરી દીધી છે. એનસીબીના એક સાક્ષી પ્રભાકર સેલના નિવેદનના આધારે પોલીસે શરુ કરેલી તપાસમાં શાહરુખની મેનેજર પૂજા ડડલાનીની એક કાર સીસીટીવીમાં નજરે પડી છે.પ્રભાકરના નિવેદન પ્રમાણે એનસીબીના સાક્ષી કિરણ ગોસાવીએ પૂજા દદલાની પાસે પૈસાના બદલમાં આર્યનને બચાવવાની ઓફર મુકી હતી.

Aryan Khan

એક અહેવાલ પ્રમાણે મુંબઈ પોલીસ દ્વારા સાક્ષી કે પી ગોસાવી સામે કેસ થાય તેવી શક્યતા છે.પોલીસને ફૂટેજમાં ગોસાવાની કાર પણ દેખાઈ છે અને તેના પર પોલીસ લખાયેલુ છે.પોલીસને શંકા છે કે, ગોસાવીએ પોતે એનસીબીના અધિકારી તરીકે પોતાની જાતને રજૂ કરી હતી.આ કેસમાં પોલીસ પૂજા દદલાનીનુ નિવેદન પણ નોંધી શકે છે.

પ્રભાકર સેલે દાવો કર્યો છે કે, સેમ ડિસુઝા સાથે પૂજા અને ગોસાવીની 3 ઓક્ટોબરે મુલાકાત થી હતી.સેમે એક ટીવી ઈન્ટરવ્યૂમાં પણ કહ્યુ હતુ કે, પૂજાએ ગોસાવીને 50 લાખ રુપિયા આપ્યાહ તા.જે પૈસા પાછળથી પૂજાને પાછા આપી દેવામા આવ્યા હતા.

મુંબઈ પોલીસના એક અધિકારીનુ કહેવુ છે કે, પૂછપરછ માટે સેમ ડિસોઝાને બોલાવવામાં આવશે.મુંબઈ હાઈકોર્ટે પણ પોલીસ દ્દારા ધરપકડ કરતા કિરણ ગોસાવીને જાણ કરવામાં આવે તેવી પિટિશન ફપગાવી દીધી છે.

English summary
Aryan Khan Drugs case: Mumbai Police launches probe into ransom allegations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X