કોરોના વાયરસને રોકવા ભારત પાસે 30 દિવસ, નહિતર ભયાનક હશે ત્રીજુ સ્ટેજ
કોરોના વાયરસ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતના 15 રાજ્યોમાં કોરોનાનુ સંક્રમણ ફેલાઈ ચૂક્યુ છે. આ વાયરસની ચપેટમાં સવાસો લોકો આવી ચૂક્યા છે. વળી, સમાચાર લખાવા સુધી આ વાયરસના કારણે ત્રણ મોત થઈ ચૂક્યા છે. જે સ્તરે પર ભારતમાં કોરોના વાયરસ ફેલાયો છે તે સેકન્ડ સ્ટેજનો છે. ડૉક્ટરો અને મેડીકલ એક્સપર્ટ મુજબ ભારત પાસે આ વાયરસને રોકવા માટે 30 દિવસનો સમય છે. જો 30 દિવસની અંદર આનના સંક્રમણને રોકવામાં ન આવ્યુ તો આનુ આગલુ સ્ટેજ ભયાનક હશે. કોરોના વાયરસનુ ત્રીજુ સ્ટેજ ખૂબ જ ખતરનાક સ્ટેજ છે. આવો જાણીએ કેમ ભારત પાસે આ કોરોના વાયરસને રોકવા માટે છે માત્ર 30 દિવસ...

કોરોના વાયરસઃ આગામી 30 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ
મેડીકલ એક્સપર્ટ અને વૈજ્ઞાનિકો મુજબ ભારતમાં કોરોના વાયરસ હજુ પોતાના બીજા સ્ટેજમાં છે. એટલે કે હજુ સુધી માત્ર એ લોકો જ આ વાયરસથી સંક્રમિત થયા છે જે વિદેશ ફરીને આવ્યા છે અથવા સંક્રમિત દેશમાં ફરીને આવેલા લોકોના પરિવારના છે. એનો અર્થ એ કે હજુ આ બિમારી સ્થાનિક સ્તર પર એક વ્યક્તિથી બીજા વ્યક્તાં ફેલાઈ નથી. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના પ્રમુખ ડૉ. બલરામ ભાર્વગ અનુસાર આગામી 30 દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણકે આ દરમિયાન આ વાયરસ પોતાના ત્રીજા સ્ટેજમાં પહોંચી શકે છે. આ 30 દિવસ નક્કી કરશે કે દેશમાં કોરોનાની અસર કેટલી હશે. વળી, આ 30 દિવસમાં નક્કી થશે કે કોરોનાને રોકવા માટે આપણી પહેલ, સાવધાની અને તૈયારી કેટલી કારગર સાબિત થઈ.

કોરોનાનુ ત્રીજુ સ્ટેજ ખૂબ જ ખતરનાક
એક્સપર્ટના જણાવ્યા મુજબ કોરોના વાયરસ સ્ટેજમાં ફેલાય છે. પહેલા સ્ટેજમાં આ વાયરસ વિદેશમાંથી દેશમાં આવ્યો. ભારતમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ કેરળમાં જોવા મળ્યો જ્યાં ચીનથી આવેલા ત્રણ દર્દીમાં કોરોના ટેસ્ટ પૉઝિટીવ જોવા મળ્યો. આ કોરોનોનુ પહેલુ સ્ટેજ હતુ. વળી, બીજા સ્ટેજમાં વિદેશથી આવેલ કોરોના વાયરસ ગ્રસિત દર્દીના સંપર્કમાં આવતા બીજા વ્યક્તિઓમાં સંક્રમણ ફેલાવુ શરૂ થઈ ગયુ. સંક્રમત વ્યક્તના સંપર્કમાં આવવાના કારણે ભારતના ઘણા રાજ્યોમાં લોકો આ વાયરસની ચપેટાં આવી ગયા છે. વળી, ત્રીજુ સ્ટેજ ખૂબ જ ખતરનાક હોઈ શકે છે.

કેમ ત્રીજુ સ્ટેજ ખતરનાક છે
કોરોના વાયરસનુ ત્રીજુ સ્ટેજ ખૂબ જ ખતરનાક હોઈ શકે છે. આ સ્ટેજમાં આ સંક્રમણ સ્થાનિક રીતે ફેલાવા લાગે છે. એકથી બે, બેથી ત્રણ અને ધીમે ધીમે મોટી જનસંખ્યામાં ફેલાવા લાગે છે. મોટી જનસંખ્યામાં ફેલાતા આ ભયાનક રૂપ લઈ શકે છે. વળી, ચોથા સ્ટેજમાં આ વાયરસ મહામારીનુ રૂપ ધારણ કરી લે છે.
આ પણ વાંચોઃ કોરોના વાયરસના કારણે ઘરે સાથે રહેતા કપલ્સ વચ્ચે ઝઘડા, ડિવોર્સમાં વધારો