For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીનુ ટ્રમ્પને ગળે લગાવવાનુ કામમાં ન લાગ્યુઃ ઓવૈસી

એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવેસીએ કેન્દ્ર સરકાર પર આકરો હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવેસીએ કેન્દ્ર સરકાર પર આકરો હુમલો કર્યો છે. તેમણે અમેરિકાના રિપોર્ટનો હવાલો આપીને કહ્યુ કે લાગે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગળે લગાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામમાં ન આવ્યુ. આ જ કારણ છે કે અમેરિકાની સંખ્યા યુનાઈટેડ સ્ટેટસ કમિશન ઑન ઈન્ટરનેશલ ફ્રીડમે ભારતને ધાર્મિક સ્વતંત્રતાની લિસ્ટમાં પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને સીરિયા સમાન રાખી છે. ઓવૈસીએ કહ્યુ કે USCIRFે એ ભારત સામે પ્રતિબંધની પણ ભલામણ કરી છે.

ovaisi

આ બાબતે ઓવૈસીએ એક ટ્વિટ કરીને લખ્યુ તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમનુ આયોજન કર્યુ તેમછતાં USCIRFએ ભારતને બર્મા, પાકિસ્તાન, નોર્થ કોરિયા, સીરિયા જેવા દેશોની લિસ્ટમાં રાખી દીધુ છે. સાથે જ ભારત સામે પ્રતિબંધોની પણ ભલામણ કરી છે અને સાથે જ અલગ પ્રકારના પ્રતિબંધોની પણ વાત કહી છે. સ્પષ્ટ છે કે આ ગળે મળવુ કામમાં આવ્યુ નહિ. સારુ રહેશે કે આવતી વખતે તમે બીજી કોઈ સારી કૂટનીતિનો ઉપયોગ કરો.

તમને જણાવી દઈએ કે USCIRFએ ટ્વિટ કરીને કહ્યુ કે ભારતમાં સૌથી વધુ ખતરનાક રીતે ધાર્મિક સ્વતંત્રતાનુ હનન કરવામાં આવી રહ્યુ છે. અસદુદ્દીન ઓવૈસીએ USCIRFના ટ્વિવટનો સ્ક્રીનશૉટ શેર કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે અમેરિકાના એક રિપોર્ટ અનુસાર જે રીતે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાનુ હનન કરવામાં આવ્યુ, તેના માટે જવાબદાર ભારત સરકારની એજન્સીઓ અને અધિકારીઓ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. સાથે જ તેમની સંપત્તિઓને સીલ કરી દેવી જોઈએ અને અમેરિકા આવવા પર આ લોકો પર પ્રતિબંધ લગાવવો જોઈએ.

આ પણ વાંચોઃ મિથેનૉલ પીવાથી કોરોના ઠીક થાય છે, અંધવિશ્વાસના કારણે 728ના મોત, 9 લોકો થયા અંધઆ પણ વાંચોઃ મિથેનૉલ પીવાથી કોરોના ઠીક થાય છે, અંધવિશ્વાસના કારણે 728ના મોત, 9 લોકો થયા અંધ

English summary
Asaduddin Owaisi hits on PM Modi says hugging Trump did not work.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X