For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓવૈસીએ પાક મંત્રીને ગણાવ્યા 'પાગલ', પૂછ્યુ - ક્રિકેટ મેચને ઈસ્લામ સાથે શું લેવા-દેવા?

ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે પશ્ચિમ યુપીના મુઝફ્ફરનગરમાં પાકિસ્તાનને જોરદાર ખરી-ખોટી સંભળાવી.

|
Google Oneindia Gujarati News

મુઝફ્ફરનગરઃ ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે પશ્ચિમ યુપીના મુઝફ્ફરનગરમાં પાકિસ્તાનને જોરદાર ખરી-ખોટી સંભળાવી. ઓવૈસીએ કહ્યુ કે આપણા પડોશી દેશના એક મંત્રીએ કહ્યુ કે ટી20 વર્લ્ડ કપ મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીત ઈસ્લામની જીત હતી. ઓવૈસીએ પૂછ્યુ કે ઈસ્લામને ક્રિકેટ મેચ સાથે શું લેવા-દેવા છે? એઆઈએમઆઈએમ ચીફે કહ્યુ, 'અલ્લાહના શુકર છે કે આપણા વડવાઓ ત્યાં(પાકિસ્તાન) ના ગયા નહિતર આપણે આ પાગલોને જોવા પડત.'

owaisi

ઓવૈસીએ કહ્યુ - પાગલ છે પાકિસ્તાનનો એ મંત્રી...

તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ જોરદાર નિવેદનબાજી થઈ રહી છે. આને લઈને ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીન અસદુદ્દીન ઓવૈસી જોરદાર ભડક્યા છે. ઓવૈસીએ કહ્યુ કે ભારતની હારનુ ઠીકરુ શમી પર ફોડી દીધુ, આ શરમજનક છે. દેશમાં એવો માહોલ થઈ ગયો કે ખેલના મેદાનમાં પણ જે થઈ રહ્યુ છે તેના માટે મુસ્લિમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઓવૈસીએ આ દરમિયાન પાકિસ્તાનને પણ ખરી-ખોટી સંભળાવી. તેમણે કહ્યુ કે પાકિસ્તાનનો એ મંત્રી પાગલ છે જે ક્રિકેટની જીતને ઈસ્લામની જીત ગણાવી રહ્યો છે.

'ભારત સાથે પંગો ના લો, આ અમારી આંતરિક બાબત છે'

ઓવૈસીએ કહ્યુ કે ચીન આઘળ પોતાના દેશને ગીરવે મૂકી દીધો અને ઈસ્લામની વાત કરે છે. તેમણે કહ્યુ કે ભારત સાથે પંગો ના લેશો, આ અમારી આંતરિક બાબત છે, અમે તેને ઉકેલી લઈશુ.

પાકિસ્તાનના મંત્રીએ આ જીતને સંપૂર્ણપણે ઈસ્લામની જીત ગણાવી દીધી

વાસ્તવમાં, પાકિસ્તાનના મંત્રી શેખ રશીદે કહ્યુ કે પાકિસ્તાન દ્વારા પહેલી વાર ટી20 મેચમાં દસ વિકેટથી જીત મેળવ્યા બાદ ભારતીય મુસલમાનો સહિત દુનિયાના બધા મુસલમાન ઉજવણી કરી રહ્યા છે. ભારત વિરુદ્ધ આ જીત આપણા માટે ફાઈનલથી પણ મોટી જીત છે. રશીદે ભારત સામે મળેલી આ જીતને આખા ઈસ્લામની જીત ગણાવી દીધી અને દુનિયાભરના મુસલમાનને ફતેહ મુબારક કહ્યુ.

English summary
Asaduddin owaisi slams pakistan ask what does islam have to do with cricket match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X